કામ કરતા સમયે જો ઊંધ આવતી હોય તો તમને થઇ શકે છે મોટી બીમારી

63

જો તમને દિવસના સમયે કામ કરતા વચ્ચે વચ્ચે ક્યારેક ઊંઘ આવી જતી હોય તો તમારી આ આદત કે ટેવ ભવિષ્યમાં કોઈ એક ગંભીર બીમારીનું સ્વરૂપ લઇ શકે છે.

તાજેતરમાં એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસના સમયે કામ કરતા વચ્ચે ક્યારેક ઊંઘ આવી જતી હોય તો તે અલ્ઝાઈમરના લક્ષણ હોઈ શકે છે. “સ્લીપજર્નલ” માં પ્રકાશિત થયેલ અભ્યાસમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે દિવસના સમયે ઊંઘ આવવાથી ભવિષ્યમાં મગજમાં પ્લૈકનું સંચયન પણ થઇ શકે છે.

આ અભ્યાસના મુખ્ય લેખક અને અમેરિકામાં જોન્સ હોપકિન્સ બ્લુમબર્ગ સ્કુલ ઓફ પબ્લિક હેલ્થના એસોસિએટ પ્રોફેસર એડન પી. સ્પીરા કહે છે કે, “જો તમે દિવસના સમયે ઊંઘનો અનુભવ કરતા હો તો તમારે તે બાબતની આરોગ્યની તપાસ કરાવવી ખાસ જરૂરી છે.”

આ અભ્યાસ માટે લગભગ 60 વર્ષની ઉંમરના 124 પુરૂષો અને મહિલાઓનો દિવસના સમયે ઊંઘવાની ટેવનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં આ બાબતનો ખુલાસો કરવામાં આવ્યો છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment