જયારે મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં આવ્યું હતું સંજયનું નામ, ત્યારે સુનીલ દત્ત બોલ્યા હતા કઈક આવું…

47

બોલીવૂડના દિગ્ગજ એકટર સુનીલ દત્તનો જન્મ ૬ જૂન, ૧૯૨૯ના રોજ થયો હતો. ઓછા લોકોને ખબર છે કે સુનીલ દત્તનું નામ પહેલા બલરાજ દત્ત હતું. એમણે એક્ટરથી લઈને પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને રાજનીતિ  સુધીનો સફર કર્યો. સુનીલ દત્ત નરગિસના ૩ બાળકો થયા સંજય દત્ત, પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત

જ્યારે સુનીલ દત્ત ખૂબ જ સરસ વ્યક્તિત્વ હતું, ત્યારે સંજય દત્તની ખરાબ બોયની છબી બની ગઈ. પછી મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં એમના નામ પછી આ ઈમેજને વધારે પ્રોત્સાહન મળ્યું. યાસિર ઉસ્માનની બૂક ‘ધ ક્રેજી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલિવૂડસ બૈડ બોય સંજય દત્ત’ અનુસાર, પોલીસને ખબર પડી કે એમાં બોલીવૂડના પણ અમુક લોકો શામેલ છે. શંકાના આધારે પોલીસે પ્રોડ્યુસર હનીફ કડાવાલા અને સમીર હિંગોરાને પુછપરછ માટે માહિમ પોલીસ સ્ટેશન બોલાવ્યા.

હનીફ શરૂઆતમાં કોઈપણ જવાબ આપવાથી બચતો રહ્યો પરંતુ પોલીસ સામે એમનનું વધારે ન ચાલ્યું અને એમણે કહ્યું, ‘પોલીસ હંમેશા અમારા જેવી નાની માછલીઓને પરેશાન કરે છે જયારે મોટા લોકો એમ જ ફરતા રહે છે.’ હકીકતમાં હનીફનો ઈશારો સંજય દત્ત તરફ હતો.

મુંબઈ બ્લાસ્ટ પછી પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં શંકાસ્પદ નામો જાહેર થવાના હતા. પોલીસે જયારે હનીફ અને સમીરનું નામ લીધું એક રીપોર્ટરે પૂછ્યું શું આમાં સંજય દત્ત પણ શામેલ છે. હકીકતમાં, આ પ્રશ્ન ફક્ત તુક્કો હતો કેમકે એ સમયે સંજય દત્ત હનીફ સમીરની પ્રોડ્યુસ થયેલ ફિલ્મ કરી રહ્યા હતા જો કે પ્રશ્નના જવાબમાં પોલીસનું વલણ એક જ રહ્યું પરંતુ મીડિયાને બહુ મોટી ખબર લાગી ગઈ હતી.

પ્રેસ કોન્ફરન્સ પછીના દિવસે બધા સમાચારપત્રોના પહેલા પન્ના પર આ સમાચાર છપાયા હતા. સંજય એ સમયે મોરીશસમાં ફિલ્મ આતિશની શૂટિંગ કરી રહ્યા હતા. શૂટિંગ પૂરું કર્યા પછી જયારે એ મુંબઈ પાછા આવ્યા તો ૧૦૦ પોલીસવાળા એમની સામે બંદુક લઈને ઉભા હતા. સંજય દત્તને એરપોર્ટથી સીધા મુંબઈ ક્રાઈમ બ્રાંચ લઈ જવામાં આવ્યા.

શરૂઆતમાં સંજય દત્તએ બધા આરોપોથી ના પાડી પરંતુ જયારે હનીફ સમીરને સામે ઉભા રાખી દેવામાં આવ્યા તો સંજય દત્ત પાસે છુપવવા માટે કઈ ન બચ્યું. એમણે કબૂલ કરી લીધું કે એમની પાસે AK56 છે. જેના પછી સંજય દત્ત પર ટાડા એક્ટ લગાવામાં આવ્યો. સંજય દત્ત સમજી ચુક્યા હતા કે બ્લાસ્ટ કેસમાં એ ફસાય ગયા છે.

સંજય દત્તના પિતા સુનીલ દત્ત ઘણા સ્વાભિમાની વ્યક્તિ હતા. એમણે પોતાના દીકરાની આ હરકત પર એક વખત તો વિશ્વાસ ન થયો. પોલીસે ભલે હરકતો વિશે સુનીલ દત્તને જણાવી દીધું પરંતુ એ પોતાના દીકરાના મોઢેથી આ બધું સાંભળવા માંગતા હતા.

સંજય દત્તએ સુનીલ દત્તને જણાવ્યું કે દાઉદ ઇબ્રાહિમના ભાઈ અનીસ ઇબ્રાહિમએ એમને અમુક હથિયાર આપ્યા હતા. સુનીલ દત્તએ પૂછ્યું પરંતુ એ હથિયાર લીધા શુંકામ, સંજય દત્તએ જે જવાબ આપ્યો એને સાંભળી સુનીલ દત્ત સન્ન રહી ગયા. એમણે કહ્યું, ‘મારી નસોમાં મુસ્લિમનું લોહી દોડી રહ્યું છે.. મુંબઈમાં જે કઈ પણ થઇ રહ્યું છે હું આ બધું સહન ન કરી શકું.’ તમને જણાવી દઈએ કે સંજય દત્તની માં અને સુનીલ દત્તની પત્ની નરગિસ મુસ્લિમ હતી. સુનીલ દત્તની પત્ની નરગીસ ભલે મુસ્લિમ હતી પરંતુ એનાથી ઘણા વાતાવરણ પર ક્યારેય પણ ફર્ક પડ્યો નહતો. એવું પહેલી વખત હતું જયારે સુનીલ દત્તના ઘરમાં જ હિંદુ મુસ્લિમની વાતો થવા લાગી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment