જંગલી ભૂંડના પેટમાંથી નીકળીલે વસ્તુથી આ માણસ બની ગયો રાતો રાત કરોડપતિ…

47

દુનિયામાં ઘણી વખત લોકોને જાણ્યા અજાણ્યામાં એવી વસ્તુઓ મળી જાય છે જેના વિશે ન તો એ કંઈ જાણતા હોય છે અને ન તો કઈ સમજી શકે છે. પરંતુ જ્યારે એ વિશે ખબર પડે છે તો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે દંગ રહી જશો.

વાત એમ છે કે, એક વ્યક્તિને અજાણતામાં એવી વસ્તુ હાથે લાગી જાય છે કે પળભરમાં જ તે કરોડપતિ બની ગયા. ચીનના એક ગામમાં જુ કાઉંટ ઉર્ફે બો ચુનલો નામના ખેડૂતની કિસ્મત એ સમયે ચમકી ગઈ જ્યારે એણે શિકાર કરીને લાવેલા જંગલી ભૂંડને પકવા માટે કાપ્યું તો એને ભૂંડની આંતરડીમાંથી એક પથ્થર જેવી વસ્તુ દેખાઈ.

પરંતુ એ સમય એમને આ વિશે અંદાજ નહતો કે ખરેખર શું છે, એણે એને સંભાળીને રાખી લીધું. આ વિચિત્ર દેખાતી વસ્તુને જ્યારે એક દિવસ શંધાઈ લઈને પહોંચ્યો, ત્યારે એને ખબર પડી કે દુનિયાની સૌથી કિંમતી વસ્તુઓમાંની એક છે. આને બેજોરના નામથી ઓળખવામાં આવે છે.

શંધાઈમાં એક એક્સપર્ટ જુ કાઉંટએ જણાવ્યું કે આ ૪ ઇંચ લાંબા અને ૨.૭ ઇંચ પહોળી વસ્તુની કિંમત લગભગ ચાર લાખ ૫૦ હજાર પાઉન્ડ એટલે કે ૪ કરોડ રૂપિયા છે.

જો કે, જુ કાઉંટએ આ પથ્થરની કિંમત સાંભળીને એની હરાજી કરવાનો નિર્ણય કર્યો. એક્સપર્ટે જુ કાઉંટને જણાવ્યું કે આ ખુબ જ કિંમતી પથ્થર છે, જે ભૂંડ અને ઘણા પ્રાણીઓની આંતમાં પોતાની રીતે જ બની જાય છે. આ વસ્તુથી ઘણી પ્રકારની દવાઓ પણ બને છે. આનાથી ઘણી પ્રકારના ઝેરથી બચવા માટે ઈન્જેકશન પણ બનાવામાં આવે છે. આ પથ્થર આખી દુનિયામાં ખુબજ ઓછા પ્રમાણમાં મળે છે. જેના કારણે જ આની કિંમત આટલી વધારે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment