જો તમે તમારા પાર્ટનરના નસકોરના અવાજથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ટીપ્સ…

16

ઊંઘ સૌથી સુંદર ચીઝ છે. પણ જો તમારી સાથે ઊંઘતું પાર્ટનર ઊંઘમાં નસકોરા બોલાવતું હોય તો સામાન્ય વાત છે કે તમારી ઊંઘમાં તમને ડીસ્ટર્બ થાય છે ખલેલ પહોચે છે. જયારે તમારો કે તમારી પાર્ટનર ઊંઘમાં જોર જોરથી નસકોરા બોલાવતું હોય ત્યારે તમે સારી રાત ઊંઘી શકતા નથી. આવા સમયે તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પણ થઇ શકે છે.પ શું તમે જાણો છો કે ઘાસઘસાટ નસકોરા બોલાવવાએ પણ જીવલેણ સાબિત થઇ શકે. તો ચાલો આજે અમે તમનેઆ

નસકોરાથી છુટકારો મેળવવા તમારા ઘરના કિચનમાં રહેલ અમુક ચીજોથી કેવી રીતે રાહત મેળવી શકો છો તેના વિષે જણાવીએ. એક વાત ખાસ યાદ રાખો કે  ક્યારેય પણ નસકોરા બોલાવનાર કોઇપણ વ્યક્તિ ખુદ પોતાના નસકોરા સાંભળી શકતો નથી.

ઘસઘસાટ નસકોરાથી છુટકારો મેળવવા માટેની ટીપ્સ

૧.) જે વ્યક્તિને ઘસઘસાટ નસકોરા આવતા હોય તેમણે રાત્રે સુતા પહેલા ફોદીનાનું તેલ લઇ તેના થોડાક ટીપા સ્વચ્છ પાણીમાં નાખીનેતે પાણીને ગળા સુધી અંદર લઇ જઈ કોગળા કરવા, જેથી નાકમાં આવેલો સોજો ઓછો થાય છે. અને શ્વાસ લેવામાં તકલીફ પડતી નથી. જો તમે ઈચ્છો તો નાકની અંદર અને આજુબાજુ ફુદીનાનું તેલ લગાવીને ઉંઘી શકો છો.

૨.) જૈતુનના તેલમાં રહેલ તત્વ શ્વાસ લેવામાં થતી તકલીફને દુર કરે છે. રાત્રે સુતા પહેલા મધની સાથે તેનું સેવન કરવાથી ખુબજ લાભદાયક સાબિત થાય છે. આ સિવાય રોજ રાત્રે સુતા પહેલા ગરમ હુંફાળા પાણીમાં મધ મેળવીને પીવું જોઈએ. જેથી શ્વાસ લેવામાં થતી તકલીફ માંથી રાહત મળે છે.

૩.) ઘસઘસાટ નસકોરાને રોકવામાં કારગત ઉપાયોમાંનું એક ગાયનું ઘી માનવામાં આવે છે. રાત્રે સુતા પહેલા ગાયના ઘીને સહેજ ગરમ કરી તેનું એકાદ ટીપું નાકની અંદર નાખવું. આમ કરવાથી તમને ઘણીજ રાહત રહેશે. આ સિવાય દરરોજ સુવાના અર્ધી કલાક પહેલા હળદર નાખેલું દૂધ પી ને સુવાથી ઘસઘસાટ નસકોરાની સમસ્યામાં રાહત મળે છે.

૪.) દરરોજ રાત્રે સુતા પહેલા હુફાળા ગરમ પાણીમાં એલચી અથવા તેનો પાવડર મેળવીને પીવો જોઈએ. આ કરવાથી નસકોરાં બોલાવવાની સમસ્યામાં રાહત મળે છે.

ખાસ નોંધ શક્ય છે તમને કોઈ બાબતની એલર્જી હોય તો દેશી ઉપચારોની સાથે ડોક્ટરની પણ સલાહ અવશ્ય લેવી જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment