જો તમારામાં આ 4 ગુણ હશે તો તમને સફળ થતા કોઈ રોકી શકશે નહિ….

59

ભારત દેશમાં એવા કેટલાય મહાત્માઓ અને મહાન પુરુષો થઇ ગયા છે જેમને જીવનમાં સફળ થવા માટે ઘણી બધી સારી વાતો કહી છે. આ મહાત્માઓમાંથી એક છે આપણા મહાન પુરુષ એવા મહાત્મા વિદુરજી. મહાત્મા વિદુર્જીએ યુદ્ધની રણનીતિ અને રાજનીતિ સિવાય પણ અમુક એવી બાબતો જણાવી છે કે જો મનુષ્ય તેના જીવનમાં પાલન કરે તો તેનું જીવન સુખમય બની રહે. મહાત્મા વિદુરજીએ શ્લોક દ્વારા મનુષ્યના સુખી જીવનનું સારસ્વત સમજાવ્યું છે. વિદુરજી ના કહેવા મુજબ જે પણ વ્યક્તિ આ 4 વાતોને પોતાના જીવનમાં અપનાવી લે તો સંસારમાં તેનાથી સુખી બીજું કોઈ હોઈ શકતું નથી.

धर्म पर चलने वाला व्यक्ति हमेशा सुखी रहता है

एको धर्म: परम श्रेय: क्षमैका शान्तिरुक्तमा।

विद्वैका परमा तृप्तिरहिंसैका सुखावहा ॥

મહાત્મા વિદુરજીએ જણાવ્યું કે જે વ્યક્તિ હંમેશા ધર્મના રસ્તે ચાલે છે તો તે ક્યારેય ખરાબ કહી શકતો નથી. તેનો અર્થ એમ છે કે જો તમે તમારા જીવનમાં સુખ શાંતિ ઈચ્છતા હોય તો ધર્મના રસ્તા પર ચાલો. તેનાથી ન ફક્ત તમારું ભલું થશે પણ બીજાનું પણ કલ્યાણ થશે.

ક્ષમા કરવી એ સર્વશ્રેષ્ઠ આભુષણ છે

ક્ષમા વીરસ્ય ભૂષણમ. જે કોઈ પણ વ્યક્તિ જીવનમાં સફળ થઇ છે તેમણે તેમના જીવનમાં કઈકને કઈક ભૂલો કરી જ હશે પરંતુ સમજદાર વ્યક્તિ એ છે કે પોતાની ભૂલને ન ગણકારતા જીવનમાં આગળ વધતા જાય છે. બીજા કોઈને ભૂલની પણ મનમાં ગાંઠ બાંધી લેવાથી હંમેશા સબંધ ખરાબ થતા જાય છે અને તમે તમારી સાથે સાથે બીજાઓને પણ દુઃખી કરતા રહો છો. આવા સમયે ક્ષમા આપવી એ સર્વોતમ ગુણ માનવામાં આવે છે.

જ્ઞાનનો ભંડાર એ ધનના ભંડાર કરતા ઘણો જ સારો છે.

કોઈ પણ વ્યક્તિનું સૌથી મોટું બજો કોઈ ધન હોય તો તે જ્ઞાન છે. આવી વ્યક્તિ કોઈ પણ લાલચમાં આવ્યા વિના પોતાના જ્ઞાનથી હંમેશા સંતોષ માનતા હોય છે જેથી તેના આવી વ્યક્તિથી બીજો કોઈ સુખી હોતો નથી જ્ઞાન હોવાથી કોઈ પણ વ્યક્તિ સુખી જીવન પસાર કરી શકે છે જયારે અજ્ઞાનતા એ અંધકાર સમાન છે.

જીવનમાં અહિંસાને અપનાવો

જે કોઈ પણ વ્યક્તિ શાંતિની સાથે અહિંસાના રસ્તે ચાલતો હોય તે વ્યક્તિ હંમેશા સુખી રહે છે, આવી વ્યક્તિનું જીવન હંમેશા પ્રેમ ભાવનાની સાથે સારા કર્મથી પસાર થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment