જીભ ઉપર નિયંત્રણ નહિ હોય તો સ્વાસ્થ્ય બગડી શકે છે, જાણો રસપ્રદ માહિતી…

14

દરરોજના જીવનમાં નાની નાની વાતોનું ધ્યાન રાખી લેવામાં આવે તો ભવિષ્યમાં આવનાર ઘણી તકલીફોથી બચી શકાય છે. એક પ્રકાશન દ્વારા પ્રકાશિત ગરુડ પુરાણના આચાર કાંડમાં નીતીસાર નામનું એક અધ્યય છે. એમાં સુખી અને સફળ જીવન માટે ઘણી નીતિઓ જણાવામાં આવી છે. જો નીતિઓનું અનુસરણ કરવામાં આવે તો સકારાત્મક ફળ મળી શકે છે. નીતીસારમાં ત્રણ એવી વાતો જણાવામાં આવી છે, જેના પર કાબૂ કરવું જરૂરી છે, નહિતર જીવનમાં તકલીફો વધે છે.

જીભ પર નિયંત્રણ ન કરવું

જીભ પર નિયંત્રણ ન હોય તો સ્વાસ્થ્ય સાથે જ આપણી છબીને પણ નુકશાન પહોંચી શકે છે. જમતી વખતે અને બોલતા સમયે જીભ પર નિયંત્રણ રાખવામાં આવે તો આપણે ઘણી પ્રકારની તકલીફોથી બચી શકીએ છીએ. ખાન પાનમાં સ્વાદના બદલે સ્વાસ્થ્યને મહત્વ આપવું જોઈએ. એવી ચીજોનું સેવન ન કરો જે કોઈપણ રીતે સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. સાથે જ, બોલતા સમયે એવા શબ્દોનો ઉપયોગ ન કરો, જેનાથી બીજાને ખરાબ લાગી શકે છે. જો ખોટા શબ્દોનો ઉપયોગ કરશો તો સમાજમાં આપણી છબી ખરાબ થાય છે.

વધારે ગુસ્સો કરવો

તકલીફોનું બીજું કારણ છે ગુસ્સો. લોકો બહારથી તો ગુસ્સાને કાબૂમાં કરી લે છે, પરંતુ અંદરથી આ ઘણી બીમારીઓને જન્મ આપે છે. ગુસ્સો માણસનો સૌથી મોટો દુશ્મન છે અને એના આવેશમાં આપણે સાચા ખોટાનું ફર્ક ભૂલી જઈએ છીએ. ગુસ્સા પર નિયંત્રણ કરી લેવામાં આવે તો જીવનમાં શાંતિ અને આનંદ આવી શકે છે. એને નિયત્રણ કરવા માટે ધ્યાન યોગ અને આધ્યાત્મની મદદ લઇ શકાય છે.

અપવિત્ર અને અનિચ્છનીય વિચારો

ત્રીજી વાત છે અપવિત્ર અને અનિચ્છનીય વિચારો. તકલીફોથી બચવા માટે સારા વિચારોનું હોવું ખુબજ જરૂરી છે. ખોટી વિચારશ્રેણીથી મનની શાંતિ ભંગ થઇ જાય છે અને અશાંત મનથી કરેલા કામોમાં સફળતા મળી શકતી નથી. વિચારો આપણી અંદર ચાલતા જ રહે છે, વિચારોના પ્રવાહમાં આપણી શાંતિ વહી જાય છે. છેલ્લે વિચારો પર નિયંત્રણ હોવું ખુબજ જરૂરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment