તમારા ઘરમાં આ ૫ વસ્તુઓ હશે, તો હંમેશા બની રહશે સુખ સમૃદ્ધિ, જાણો વધુ…

29

સુખ અને સમૃદ્ધિ દરેકની ઈચ્છા હોય છે. સુખ સમૃદ્ધિ હોવાથી પરિવાર ખુશ રહે છે. આને પ્રાપ્ત કરવા માટે માણસ ધન તો કમાય જ છે સાથે શાસ્ત્રોમાં જણાવેલા ઉપાયો પણ કરવાના હોય છે. આ ઉપાયોમાં પૂજા પાઠ, દાન, ધ્યાન અને ગંગા સ્નાન વગેરે હોય છે. મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને અમુક પવિત્ર ચીજો વિશે જણાવ્યું છે જેને ઘર પર રાખવાથી સુખ શાંતિ અને લક્ષ્મી આવે છે. ચાલો જાણીએ એ કઈ કઈ વસ્તુઓ હોય છે.

ગાયનું ઘી

હિંદુ ધર્મમાં ગાયને પૂજનીય અને એના ઘીને અમૃત માનવામાં આવ્યું છે. સુખ સમૃદ્ધિ મેળવવા માટે ઘર પર ગાયનું ઘી અવશ્ય રાખવું જોઈએ. ગાયના ઘીથી દીપક અને હવન કરવાથી ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક બની રહે છે.a

મધ

ગાયના ઘીની જેમ મધને પણ ખુબજ શુભ અને પવિત્ર માનવામાં આવ્યું છે. મધમાં વસ્તુ દોષ પૂરો કરવાની શક્તિ હોય છે. પૂજામાં મધનો ઉપયોગ કરવાથી વાતાવરણ શુદ્ધ રહે છે.

ગંગાજળ

ઘરના વાતાવરણને શુદ્ધ બનાવવા માટે ગંગાજળને છાંટવું શુભ હોય છે. એટલા માટે ઘર પર સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે ગંગાજળ જરૂર રાખવું જોઈએ.

શંખ

મંદિરમાં શંખ રાખવા અને નિયમિત વગાડવાથી નકારાત્મક ઉર્જા દુર ભાગી જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થઇ જાય છે કેમકે શંખ ભગવાન વિષ્ણુનું ખુબજ પ્રિય હોય છે.

ચંદન

ચંદન પણ પવિત્ર વસ્તુઓમાંથી એક છે. પૂજામાં ચંદનનો ઉપયોગ કરવાથી ભગવાનની કૃપા તો મળે જ છે સાથે જ માથા પર ચંદન લગાવાથી માનસિક શાંતિ મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment