જેના મહેલમાં ક્યારેય કામ કરતા હતા 6000 લોકો, હવે એની સંપત્તિનો નિર્ણય થશે અહિયાં…

32

ભારતમાં ધનકુબેરોનું નમ લેતા જ ટાટા, બિરલા અને અંબાણીના નામ યાદ આવે છે. ત્યાં સુધી કે ધનવાન કહેવા માટે સામાન્ય બોલચાલમાં લોકો ટાટા-બિરલા કહી દે છે. પરંતુ હકીકતમાં તથ્ય કઈક અલગ છે. અમે વાત કરી રહ્યા છીએ હૈદરાબાદના નિજામ ‘મીર ઉસ્માન અલી’ની જે માત્ર ૨૫ વર્ષની ઉંમરમાં નિજામ બન્યા હતા. ૧૮૮૬માં જન્મેલા ખાનનું ૮૦ વર્ષની ઉંમરમાં ૧૯૬૭માં નિધન થયું હતું. જે પોતાના સમયના સૌથી અમીર વ્યક્તિ હતા.

કહેવામાં આવે છે કોઈને રહીશી દેખાડવાનો શોખ હોય છે તો કોઈ પોતાની અમીરી બતાવે છે. હૈદરાબાદના નિજામની કુલ સંપત્તિ અમેરિકાની કુલ અર્થવ્યવસ્થાના ૨ ટકા હતી. એ કારણે જ ટાઈમ પત્રિકાએ ઈ.સ. ૧૯૩૭માં એમનો ફોટો પોતાના મેગેઝીનના કવર પેઈજ પર લગાવ્યો હતો. સ્કોટલૅન્ડ અને ઇંગ્લેન્ડને ભેગા કરીએ એના કરતા પણ મોટી રિયાસત હતી. ભારતની આ સૌથી મોટી રિયાસતના શાસક અને છેલ્લા નિજામ જીવતા દુનિયાના સૌથી અમીર માણસ હતા.

નિજામની રહીશીનું આલંકન એ વાતથી લગાવી શકાય કે એ ૨૦ કરોડ ડોલર (૧૩૪૦ કરોડ રૂપિયા) ની કિંમતવાળા ડાયમંડનો ઉપયોગ પેપરવેટ તરીકે કરતા હતા. માત્ર ઝૂમર  સાફ કરવા માટે ૩૮ નોકર કામ કરતા હતા. નિજામના પોતાના પેલેસમાં લગભગ ૬૦૦૦ લોકો કામ કરતા હતા. જયારે હાલના સમયમાં નવી દિલ્હી આવેલ રાષ્ટ્રપતિ ભવનમાં માત્ર ૧૫૦૦ લોકોનો જ સ્ટાફ કામ કરે છે.

નિજામએ ૧૯૪૮માં લંડનના નેટવેસ્ટ બેંકમાં ૧૦૦૭૯૪૦ પાઉન્ડ લગભગ (લગભગ ૮ કરોડ ૮૭ લાખ રૂપિયા) કરાવ્યા હતા. આ રકમ ત્યારે જમા કરાવામાં આવી હતી જયારે ભારત સરકાર હૈદરાબાદનું વિલય કરવાનો પ્લાન બનાવી રહી હતી. હવે આ રકમ વધીને લગભગ ૩૫ મિલિયન પાઉન્ડ (લગભગ ૩  અરબ ૮ કરોડ ૪૦ લાખ રૂપિયા) થઇ ચુકી છે. આટલી મોટી રકમ પર બંને જ દેશ પોતાનો હક જતાવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આઝાદી પછીથી હૈદરાબાદ નિજામના ૩૦૮ કરોડ રૂપિયાના માલિક હકને લઈને વિવાદ ચાલુ છે.

બ્રિટિશ હાઈકોર્ટ આવતા છ અઠવાડિયામાં આના પર નિર્ણય સંભળાવી શકે છે. રૂપિયાના માલિકાના હકને લઈને પાકિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલ કાયદાકીય લડાઈમાં નિજામના વંશજ પ્રિંસ મુંકર્મ જાહ અને એના નાના ભાઈ મુફ્ફખમ જાહ ભારત સરકાર સાથે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment