જે દુર્ઘટનામાં હજારો લોકોના જીવ ગયા હતા, તે ભયંકર દુર્ઘટનામાં આ પરિવારને મોત સ્પર્સ પણ કરી શક્યું નહિ, જાણો શું હતું રહસ્ય ?…

24

આજથી લગભગ 34 વર્ષ પહેલા 2­­/3 ડીસેમ્બર 1984ની મધ્ય રાત્રીએ ભોપાલનું જય પ્રકાશ નગર જેને ટૂંકમાં જેપી નગરનાનામથી પણ ઓળખવામાં આવે છે. આ જેપીનગરમાં તારીખબીજી ડીસેમ્બરની રાત્રે સુતેલા હજારો લોકો બીજી ડીસેમ્બરનીમધરાત પછી અને ત્રીજી ડીસેમ્બરની અતિ વહેલી સવારે ઊંઘમાંથી ઉભા જ ન થઇ શક્યા. પણ આ ભયાનક દુર્ઘટનામાં એક પરિવાર એવો પણ હતો કે જેને મોતની કાળી પરછાઈ સ્પર્શ પણ કરી ન શકી.

હા, આ વાત છે ભોપાલના ગોઝારા યુનિયન કાર્બાઈડ ગેસ કાંડની. ભોપાલના આ ગોઝારા ગેસ કાંડમાં એક પરિવાર એવો પણ હતો કે આ ગેસ કાંડની ગોઝારી દુર્ઘટનાને પોતાની આંખે જોઈ રહ્યો હતો પણ મોત તે પરિવારની આસપાસ પણ ભટકી શક્યું નહિ. આ પરિવાર હતો “એસએલ કુશવાહ” નો. તે પરિવાર ધંધાકીય રીતે શિક્ષક હતો. તે સમયે તેની ઉમર ૪૫ વર્ષની હતી. તેની પત્ની ત્રિવેણી પણ આ ગેસ દુર્ઘટના સમયે ત્યાં હાજર હતી. અનેતેની ઉમર 36 વર્ષની હતી.

જયારે ભોપાલમાં આ યુનિયન કાર્બાઈડ ગેસ લીક થયો તો જોત જોતામાં ન જાણે કેટલા લોકો ઉલટી કરવા લાગ્યા તો અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. કોઈને સતત ઉધરસને આંખોમાંથી પાણી આવવા સાથે બળતરા થવાની સાથે મોતના મોઢામાં ચાલ્યા ગયા. ચારે બાજુ મોતનું ભયંકર તાંડવ નાચી રહ્યું હતું. રડારોળ અને ચીસા ચીસોના અવાજની વચ્ચે વાતાવરણ ગંભીર બની ગયું હતું ત્યારે આ કુશાવાહ પરિવાર ધૂંધળા ડરી ગયેલા અને આઘાતથી ભયભીત અને આકુળ વ્યાકુળ થયેલા ચહેરાઓને સ્પષ્ટ જોઈ રહ્યા હતા. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આ કુશવાહ પરિવાર ડર્યો નહિ. કારણ કે તેને ત્યાં દરરોજ “અગ્નિહોત્ર હવન”થતો હતો. આ ગેસ દુર્ઘટનાને દિવસે પણ આ “અગ્નિહોત્ર હવન” થયો હતો. રાતના પણ તેઓએ આ “અગ્નિહોત્ર હવન” ત્ર્યંબકમ હોમની સાથે ચાલુ રાખ્યો હતો. આવી રીતે લગભગ 20 મિનીટની અંદર તેનું ઘર અને તેની આસપાસનું વાતાવરણ યુનિયન કાર્બાઈડના“મિથાઈલ આઈસો સાઈનાઈટ” ગેસથી મુક્ત થઇ ગયું.

એક વાત ખાસ જણાવી દઈએ કે હજારો વર્ષ પહેલા પણ કેરળનાના મ્બુદ્રી બ્રાહ્મણ અગ્નિહોત્રયજ્ઞ નામનો હવન કરતા હતા. આજે પણ ત્યાં પૂરેપૂરી વૈદિક રીતથી “અગ્નિહોત્રયજ્ઞ” કરવામાં આવે છે. આ સિવાય ભારતના કેટલાય મંદિરોમાં અને ઘરમાં નિયમિત રીતે “અગ્નિહોત્ર હવન” કરવામાં આવે છે.“અગ્નિહોત્રયજ્ઞ” મારફત સૂર્ય અને ચંદ્રમાંથી પ્રાપ્ત થતી ઉચ્ચ શક્તિ યુક્ત બ્રહ્માંડની ઊર્જાને ખુબજ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે.

અગ્નિહોત્ર હવન કરતી વખતે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ હવનને એવા સમયે કરવો જોઈએ કે જયારે સૂર્યોદય કે સૂર્યાસ્તનો સમય હોય. આમ સુરજ ઉગવાની સાથે કે સૂરજના ઢળવાની સાથે આ યજ્ઞ શરૂ કરવામાં આવે છે. આ બંને સમયે અગ્નિને જવ અર્પણ કરવામાં આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ગાયના ઘીમાં રગદોળેલા કે ગાયના ઘીનો છંટકાવ કરેલા બે ચપટી જેટલા અક્ષત એટલે કે ચોખા પણ અગ્નિમાં સ્વાહા કરી પધરાવવામાં આવે છે.

હવન કરવા માટે તાંબાના એક ઉંધા પીરામીડ આકારના પાત્રમાં અગ્નિને પ્રગટાવવામાં આવે છે. અથવા તો ઘરમાં તેવા આકારનો હવન કુંડ બનાવીને તેમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે. જેમાં ગાયના ગોબરમાંથી બનાવેલ છાણાનો ઉપયોગ કરવામાં આવે છે. આ યજ્ઞથી બનાવવામાં આવેલ વિભૂતિ ઇન્સાન અને આસપાસના વાતાવરણ બંનેને રોગ મુકત કરે છે. સમયનું ધ્યાન રાખવા માટે ભારતીય પંચાંગનો ઉપયોગ કરવામાં આવે છે.આપણી આસપાસની હવાને અને વાતાવરણને પવિત્ર અને શુદ્ધ કરવા માટે નિયમિત પણે અગ્નિહોત્રહવન કરવાની પરંપરા હિંદુ ધર્મમાં ખુબજ જૂની પુરાણી છે.

અગ્નિમાં બે વાર આહુતિ આપતી વખતે બે સરળ વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે. અગ્નિહોત્ર હવન દરમ્યાન જો સૂર્યોદયના સમયે હવન કરતા હોઈએ તો, “सूर्याय स्वाहा सूर्याय इदं नमम, प्रजापतये स्वाहा प्रजापतये इदं न ममl ” નોમંત્ર બોલવામાં આવે છે. અને જો અગ્નિહોત્ર હવન દરમ્યાન સૂર્યાસનો સમય હોય તો, “अग्नये स्वाहा अग्नये इदं न मम  प्रजापतये स्वाहा प्रजापतये इदं न ममl” મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે.

અગ્નિહોત્ર યજ્ઞ વિશે આપણા ચાર વેદમાંથી યજુર્વેદમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. અગ્નિહોત્ર એક નિત્ય વૈદિક યજ્ઞ છે. અગ્નિહોત્ર હવન માટે અખંડિત ચોખા એટલે કે એકેય બાજુથી ખંડિતથયેલા કે તૂટેલા ન હોય તેવા આખા ચોખા, ગાયનું ઘી, ઉંધા આકારના પીરામીડ જેવું તાંબાનું પાત્ર, અને ગાયના ગોબરમાંથીબનાવેલ છાણાની જરૂર પડે છે.અગ્નિહોત્ર યજ્ઞ વિશે અત્યાર સુધીમાં કેટલુય સંશોધન પણ થઇ ચુક્યું છે. અગની હોત્રવૈદિક સંસ્કૃતિમાં યજ્ઞ વિધિ વિધાન વિશે સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment