જાપાનમાં મળી આવી Oarfish, માછલીને જોઇને લોકોને યાદ આવ્યો ફૂકુશિમામાં આવેલો ભૂકંપ, જાણો શું કારણ ??

30

જાપાનમાં ફરી એક વખત ઓરફિશ જોવા મળી. આ માછલીને જોયા પછી લોકોને એક વખત ફરી ફુકુશિમા ભૂકંપની યાદ આવી ગઈ. એક વખત બે બહુ જ દુર્લભ પ્રજાતિની ઓરફિશ જાપાનના ઓકિનાવા દ્વીપ પર મેળવામાં આવી. માછલી પકડવા દ્વીપ પર ગયેલ માછીમારોના જાળમાં આ ૪ મીટર લાંબી બે માછલીઓ ફંસાઈ ગઈ, પરંતુ ઓકિનાવા ચુરૂમી એક્વેરિયમ લઇ જતા પહેલા જ બંને મરી ગઈ.

જાપાન ટાઈમ્સ પ્રમાણે, આ માછલીઓના જાળમાં ફંસાવાથી માછીમાર પહેલા ડરી ગયો. એમાં એક માછલીની લંબાઈ ૪ મીટરની હતી અને બીજીની લંબાઈ ૩.૬ મીટર હતી, જે દ્વીપના માત્ર ૨.૫ કિલોમીટર પાસે જ જાળમાં આવી ગઈ.

તમને જણાવી દઈએ કે, ઓરફિશ એટલાન્ટીક, ઇન્ડિયા અને પૈસેફિક ઓશ્યનમાં મળતી દુર્લભ પ્રજાતિની માછલી છે. એવું માનવામાં આવે છે કે આ માછલીઓનું પાણીની બહાર દેખાવું એ ભૂકંપનો સંકેત છે. ૨૦૧૧માં આવેલ ફુકુશિમા ભૂકંપથી થોડા સમય પહેલા જ ડર્જનો ઓરફિશને સમુદ્ર કિનારે જોવામાં આવી હતી. આ ભૂકંપમાં જાપાનમાં લગભગ ૨૦ હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જો કે, વિજ્ઞાનમાં કોઈપણ માછલીનું પ્રાકૃતિક આપત્તિ સાથે કોઈ સંબંધ મળ્યો નથી.

વર્ષ ૨૦૧૯ના શરૂઆતમાં પણ જાપાનના સમુદ્રી કિનારાઓ પર ઓરફિશ જોવામાં આવી હતી. આ જ કારણે ઘણા લોકો ડરેલા છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment