જન્મેલા બાળકને હાથ પગ ન હતા છતાં પણ હજુ જીવે છે, ડોકટરોને પાડ્યા ખોટા…

16

અમેરિકાના સાઉથ કૈરોલિનામાં રહેનારા એક બાળકે ડોક્ટરની વાતને પણ ખોટી સાબિત કરી દીધી. બાળક વગર કોઈ હાથ અને પગ જન્મ લીધો અને જીવતો પણ બચી ગયો. ડોકટરોએ કહ્યું હતું કે જન્મ લેતા જ બાળકનું મૃત્યુ થઇ શકે છે.

૨૪ વર્ષની જસ્મીન સેલ્ફ જ્યારે ૫ મહિનાની પ્રેગ્નેંટ હતી, ત્યારે એને બાળકની સ્થિતિ વિશે ખબર પડી. બાળક એવી બીમારીથી પીડિત હતું જેમાં હાથ અને પગનો વિકાસ નથી થઇ શકતો. પ્રેગનેન્સી દરમ્યાન જ ખબર પડી કે બાળકનું મોઢું, દિલ અને અન્ય અંગોમાં પણ મુશ્કેલીઓ છે. આ બીમારી દુનિયામાં ગણ્યાગાંઠ્યા બાળકોને જ થાય છે. આને tetra Amelia સિડ્રોમ કહે છે.

ડોકટરોએ જસ્મીનને સલાહ આપી કે પ્રેગનેન્સી ટર્મિનેટ કરી નાખો. પરંતુ જસ્મીન અને એમના પતિએ નક્કી કર્યું કે એ બાળકને જન્મ આપવો પસંદ કરશે. ૨૯માં અઠવાડિયામાં બાળકનો જન્મ થયો પણ. જન્મ સમયે બાળક એક કિલોનું હતું. એના પહેલા બે મહિના ઇન્ટેન્સિવ કેયર યૂનિટમાં વીત્યા. જસ્મીન હોટલ રીસેપ્શનિસ્ટ કામ કરે છે.

જસ્મીનએ કહ્યું કે નિર્ણય લેવામાં એમને ઘણી મુશ્કેલીઓ થઇ હતી કે તેણી પ્રેગનેન્સી કરે કે નહિ. ડીએનએમાં જેનેટિક મ્યૂટેશનના કારણે બાળકોમાં આ બીમારી થાય છે. આ બીમારીથી પીડિત બાળકોના જન્મ પહેલા અથવા જન્મ પછી તુરંત જ મૃત્યુ થઇ જાય છે. મહિલાએ શરૂઆતી ચર્ચા પછી પ્રેગનેન્સી ટર્મિનેટ કરવા માટે બુકિંગ પણ કરી લીધી હતી, પરંતુ છેલ્લા સમયે એમને બાળકને જીવતા રાખવાનો નિર્ણય કર્યો. બાળકનો જન્મ સી સેક્શનથી થયો. બાળક હવે ૪ મહિનાનું થઇ ગયું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment