મસૂદે તેને ભાણા અને ભત્રીજાનો બદલો લેવા મોકલ્યો હતો, આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો ગાજી

51
jammu-and-kashmir-terror-attack-gujarati-news

મસૂદનો ભાણેજ તલ્હા નવેમ્બર 2017 અને ભત્રીજો અસ્માન ઓક્ટોબર 2018 માં એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

જૈશનાં હતો ગાજી IED એક્સપર્ટ, કાશ્મીરમાં સ્થાનિક આતંકીઓને ટ્રેનિંગ આપતો હતો.

પાકિસ્તાનનો રહેવાસી જૈશનો આંતકી અબ્દુલ રશીદ ગાજી ડિસેમ્બર 2018 માં કાશ્મીરમાં પ્રવેશ કર્યો હતો.

લેથપોરામાં CRPF નાં કાફલા પર થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનનો રહેવાસી આંતકી અબ્દુલ રાશી ગાજી મનાઈ રહ્યો છે. અફઘાન લડાઈમાં સામેલ ગાજી IED એક્સપર્ટ હતો. સુરક્ષા એજન્સીઓ ગાજીની શોધખોળમાં લાગી ગઈ છે.

લગભગ 200 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરાયો…

લેથપોરામાં ગુરુવારે થયેલા હુમલા વાળી ગાડીમાં લગભગ 100 કિલો IED મુકીને કરાયો હતો. આ ધડાકાનો અવાજ 12 કિલોમીટરનાં વિસ્તારમાં સંભળાયો હતો. આ અવાજ આસપાસનાં સ્થાનિકોએ સાંભળ્યો હતો. આ વિસ્તાર હુમલાનાં સ્થળેથી આશરે 20 કિમી દુર છે. નાપાક પાકિસ્તાનની આ કરતૂતમાં ભારતીય સેનાનાં 44 જવાનો શહીદ થયા છે.

ઓળખાયો આદિલ અહેમદ શરીરનાં ટુકડાઓથી…

અધિકારીઓએ જણાવ્યુ કે જમ્મુ કાશ્મીર હાઈવે પર મળી આવેલા શરીરનાં ટુકડાઓથી જૈશ-એ-મોહમ્મદનો ફિદાયીન આંતકી આદિલ અહેમદ (વકાસ કમાંડો)ની ઓળખાણ કરાઈ હતી. આદિલે તેની ગાડીમાં 100 કિલો વિસ્ફોટક ભરી રાખ્યો હતો. CRPF નાં જવાનો જેવા જ એ રસ્તેથી પસાર થયા કે તેને તેની ગાડી જવાનોની બસ સાથે અથડાવી દીધી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment