જામફળના જ્યૂસની મજા શિયાળામાં લેવાની ભૂલતા નહીં… જ્યુસ અથવા સ્મુધિ બની જશે ફક્ત ૫ જ મિનિટમાં…

93

આ શિયાળાની સિઝનમાં જામફળ જોઇને જ મન લલચાઇ જાય અને તેમાં પણ લાલ જામફળ હોઈ તો જોઇને ખરીદવાનું મન થઈ  જાય. જામફળને ઘણી-બધી રીતે ખાઇ શકાય છે. જેમ કે, સીધાં કાપીને, તેનો જ્યૂસ બનાવીને, તેનું શાક બનાવીને, ચટણી બનાવીને કે પછી અથાણું બનાવીને પણ ખાઇ શકાય છે. તો ચાલો તેમની એક અલગ રીત આજે અમે લાવ્યા છીએ “જામફળનું જ્યૂસ”.

જામફળના જ્યૂસ માટેની સામગ્રી

જામફળના જ્યુસ બનાવવા માટે જોશે થોડા લાલ જામફળ, તેના સ્વાદ અનુસાર ખાંડ, થોડા સ્વાદ માટે સંચળ, અને કાળામરી ભૂકો, થોડા ફુદીના પત્તા.

જામફળના જ્યૂસ માટેની આસન રીત

ચાલો આપને સૌ પ્રથમ જામફળને છોલી તેણી છાલ કાઢી નાખીએ. પછી જામફળના નાના નાના ટુકડા કરી લઈએ. ત્યારબાદ આ ટુકડાઓને મિક્સર જારમાં પીસી લઈએ. જો લાલ જામફળ ન હોય તો તેના માટે એક નાનો ટુકડો બીટ લેવું. આ ટુકડા પિસ્યા બાદ તેમાં સ્વાદ અનુસાર ખાંડ ભેળવો. ત્યારબાદ અંદર જરૂર મુજબ કાળામરીનો ભૂકો અને સ્વાદ અનુસાર સંચળ ભેળવો અને થોડું પાણી નાખી ક્રશ કરી લેવું. તો તૈયાર છે જામફળનો લાલ હેલ્દી જ્યૂસ. આ જ્યુસને ગરણીથી ગાળી ફૂદિનાના પાનથી ગાર્નિશ કરી સર્વ કરો. જો તમારે જ્યુસ ની જગ્યા એ સ્મુધિ બનાવી હોય તો અને જો દહીં દહીં ભાવતું હોય તો આમાં પાણીની જગ્યાએ દહી એડ કરવું. તો તૈયાર થઈ જશે ગ્વાવા સ્મૂધી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment