જલેબી ભારતીય મીઠાઈ નથી, ચાલો જાણીએ કોણ અને ક્યાં દેશમાંથી લાવ્યા હતા આ વ્યંજન…

15

ભારતમાં કદાચ એવું કોઈ નહી હોય જેણે જલેબી ન ખાધી હોય અને એવું પણ કોઈ નહી હોય જેણે નામ પણ ન સાંભળ્યું હોય. ભારત સિવાય આ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ઈરાન તેમજ બધાજ અરબ દેશોનું લોકપ્રિય વ્યંજન છે. એમ તો આ મીઠાઈને ભારતની રાષ્ટીય મીઠાઈ માનવામાં આવે છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે જે જલેબી ભારતીય મીઠાઈ નથી. આ વિદેશથી આવેલી મીઠાઈ છે જે આજે ભારતની દરેક જગ્યાએ ફેમસ છે.

સામાન્ય રીતે જલેબી સાદી બનાવેલી જ પસંદ કરવામાં આવે છે, પરંતુ પનીર તથા ખોયા જલેબીને લોકો આનંદથી ખાય છે. વરસાદના દિવસોમાં જલેબી ખાવાની મજા જ અલગ છે.

સામાન્ય રીતે જલેબી નાની જ બનાવામાં આવે છે, પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં તો ૩૦૦ ગ્રામ વજનની એક જલેબી મળે છે. બજારોમાં જલેબીની જેમ એક બીજી મીઠાઈ પણ મળે છે, જેને ઈમરતી કહેવામાં આવે છે. બનાવાની રીતથી માંડીને સ્વાદ સુધી ઈમરતી એકદમ જલેબીની જેમ હોય છે. હા, ઈમરતીની બનાવતી જલેબીથી થોડી અલગ જરૂર હોય છે.

અમુક લોકોનું માનવું છે કે જલેબી મૂળ રૂપથી અરબી શબ્દ છે અને આ મીઠાઈનું સાચું નામ છે જલેબીયા. મધ્યકાલીન બુક ‘કિતાબ-અલ-તબીક’ માં ‘જલેબીયા’ નામની મીઠાઈનો ઉલ્લેખ મળે છે, જેનો ઉદ્ર્વ પશ્ચિમ એશિયામાં થયો હતો.

ઈરાનમાં જલેબીને જલેબીયા તથા જુલુબીયા નામથી ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે જલેબી ૫૦૦ વર્ષ પહેલા તુર્કી આક્રમણકારોની સાથે ભારત પહોચી હતી અને હવે આ મીઠાઈ ભારતની ઓળખાળ બની ચુકી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment