જૈશ એ મોહમ્મદે 1994 માં પહેલો હુમલો યુપીના આ જીલ્લા ઉપર કર્યો હતો, આ પોલીસ સ્ટેશનમાં સબુત પણ છે જાણો વધુ…

18

વાત નવેમ્બર ૧૯૯૪ ની છે. શિયાળાની સીજન હતી, લોકો ઘરોમાં આરામ કરતા હતા. એક જ સાથે ગોળીયોનો અવાજ સંભળાયો તો લોકોની ઊંઘ ઉડી ગઈ. ભયના કારણે કોઈ બહાર ન નીકળ્યું, પરંતુ ફરીવાર દેકારો થવા લાગ્યો અને ચારેબાજુ પોલીસ જ પોલીસ હતી. ત્યારે ખબર પડી કે આતંકિયોની સાથે પોલીસની અથડામણ થઇ છે, જેમાં એક ઇન્સ્પેકટર અને સૈનિક શહીદ થઇ ગયા હતા. એક આતંકીને પણ મારી નાખવામાં આવ્યો હતો.

આ વાક્ય તે સનસનીખેજ ઘટનાનું છે, જેની સાથે પશ્ચિમી યુપીમાં પહેલી વાર જૈશ-એ-મોહમ્મદનું કનેક્શન જોડાણું હતું. હકીકતમાં, જૈશ એ મોહમ્મદના આતંકી અજહર મસુદને છોડાવા માટે આતંકીઓએ ૧૯૯૪ માં હાપુડથી ત્રણ વિદેશી નાગરિકોનું અપહરણ કરી લીધું હતું અને સહારનપુરના ખાતાખેડીમાં લાવીને એક મકાનમાં બંધ કરીને રાખ્યા હતા.

જે કારથી વિદેશી નાગરિકોને સહારનપુર લાવવામાં આવ્યા હતા, તેનો ડ્રાઈવર ગાજીયાબાદ જનપદમાં પકડવામાં આવ્યો હતો. આતંકીઓ વિશે પાક્કી સુચના મળતા જ ઇન્સ્પેકટર ધ્રુવલાલ યાદવે પોલીસ ટીમ સાથે ખાતાખેડીમાં તે મકાનને ઘેરી લીધું હતું, જેમાં આતંકીઓએ વિદેશી નાગરિકોને બંધી બનાવી રાખ્યા હતા.

રાતના અંધારામાં આતંકીઓએ પોલીસ પર ગોળીયો વરસાવી દીધી હતી, જેમાં ઇન્સ્પેકટર ધ્રુવલાલ યાદવ અને એક સૈનિક શહીદ થઇ ગયા હતા. ઘણા આતંકી ત્યાંથી ભાગી ગયા હતા, એક આરોપીને માર્યા પછી વિદેશી નાગરિકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. તેમ છતાં તેના પછી મુજફ્ફરનગરના ગામ જૌલાથી પણ જૈશ એ મોહમ્મદનો એરિયો કમાન્ડર મોહમ્મદ વારસની ધરપકડ કરવામાં આવી હતી. પછી કાંધાર વિમાન અપહરણ કાંડમાં મોલાના અજહર મસુદને છોડવામાં આવ્યો હતો.

હવે તે ભવનમાં પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે

જે મકાનમાં આતંકીઓએ વિદેશી નાગરિકોને ઘણા દિવસો સુધી બંધી બનાવીને રાખ્યા હતા, તેમાં હવે પોલીસ સ્ટેશન ખાતાખેડી ચાલી રહ્યું છે. હાલના દિવસોમાં ત્યાં એક ઉપનીરીક્ષક અને પાચ સૈનિક તૈનાત છે. તે સમયે મકાનમાં બે રૂમ, એક ગેલેરી અને બાહ્ય મીટીંગ હતી.

આતંકીઓએ ત્રણેય વિદેશી નાગરિકોને પાછળની બાજુ નાના રૂમમાં સાકળથી બાંધીને રાખ્યા હતા. ૧૯૯૪ માં જયારે આ બનાવ બન્યો હતો, ત્યારે ત્યાં થોડાક ઘરો હતા, બાકી આજુબાજુ બગીચા હતા અને પ્લાન્ટિંગ થઇ ચુક્યું હતું.

દહેશતમાં વિત્યો હતો સમય : મુનવ્વર

ખાતાખેડી પોલીસ સ્ટેશનની બાજુમાં રહેનારા મુનવ્વર જણાવે છે કે જયારે આ ઘટના થઇ હતી, ત્યારે તેમના માતા પિતા અને ભાઈ બહેન ઘરમાં જ હતા. આજુબાજુમાં થોડાક મકાનો હતા. ગોળીયોની અવાજ સાંભળીને દહેશત ફેલાઈ ગઈ હતી. લોકો ઘરોમાં ભાગી ગયા હતા, પછી બહાર આવ્યા, તો મકાનની દીવાલો પર ગોળીયોના નિશાન હતા.

તેના પછી પોલીસે તેમના ભાઈ અને સાઢુની પણ પુછતાછ કરી હતી. તેમણે જણાવ્યું કે પૂર્વમાં આ કોલોનીનું નામ શહીદ ધ્રુવલાલ યાદવની યાદમાં શહીદનગર રાખવામાં આવ્યું હતું, પરંતુ પછી બદલીને હયાતનગર કરવામાં આવ્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment