જેસલમેરમાં બોર્ડરથી 90 કિલોમીટર સુધીના અંતરમાં રહેલા ગામોમાં એલર્ટ, જાણો વધુ માહિતી….

33

ભારત પાકિસ્તાન સીમા પર આ દિવસો દરમિયાન હાઈ એલર્ટની સ્થિતિ છે અને આ તણાવને જોતા સીમાવર્તી ગામના લોકો ભારતીય સેનાની સાથે ખભા થી ખભો મેળવીને ઉભેલા નજર આવી રહ્યા છે. સીમા પર સ્થિત ગામોમાં આર્મી પહોચી છે તથા વિપરીત પરિસ્થિતિઓમાં ગામોને ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.

જેસલમેરમાં આ દિવસોમાં હાઈઅલર્ટ છે અને બોર્ડર સ્થિત ગામોમાં સેનાના અધિકારીઓ જઈ રહ્યા છે. તેઓએ ગ્રમીણને દરેક પરિસ્થિતિઓમાં તૈયાર રહેવા માટે કહ્યું છે. સાથે જ સીમાને લગતા 90 કીલોમીટરના અંતરમાં આવવાવાળા દરેક ગામોને વિપરીત પરિસ્થિતિમાં ખાલી કરવા માટે તૈયાર રહેવા માટે પણ કહ્યું છે.

સીમાવર્તી ગામ ટનોટ ના સરપંચ ડોક્ટર અશોક કુમારે બતાવ્યું કે સેનાના અધિકારી તેઓ પાસે આવ્યા હતા તથા તેને એલર્ટ પર રહેવા, દરેક અજાણી વ્યક્તિ પર નજર રાખવા, અજાણની સુચના સેનાને દેવી તથા સેનાની દરેક સંભવ મદદની વાત કહી છે. સાથે જ જો યુદ્ધની સ્થિતિ બંને છે તો ગામને ખાલી કરીને રામગઢ કસ્બામાં ચાલ્યા જવા માટે તૈયાર રહેવાનું પણ નિર્દેશિત કર્યું છે.

સરપંચ જણાવે છે કે તેઓએ 1965 અને 1971ની લડાઈ સમયની પરિસ્થિતિ વિશે પણ સાંભળ્યું હતું. અમે દરેક પરિસ્થિતિમાં સેનાની સાથે ખભાથી ખભા મેળવીને ઉભા છીએ તથા દર્તેક પરિસ્થિતિમાં સામનો કરવા માટે દરેક ગ્રામવાસી પોતાને તૈયાર કરેલા ઉભા છે. ડોક્ટર અશોક કુમાર, સરપંચ, ગ્રામ પંચાયત તનોટ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment