રામાયણનું આ રહસ્ય કદાચ તમે નહિ જાણતા હો કે ભગવાન શ્રી રામ અને સીતા માતાની ઉમરમાં કેટલા વર્ષનો તફાવત છે ? જાણો રસપ્રદ માહિતી…

38

હિંદુ ધર્મના રામાયણ ગ્રંથને પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. ભારતમાં કદાચ ભાગે જ કોઈ એવી વ્યક્તિ હશે જે હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણ અને ભગવાન શ્રી રામ અને સીતા માતા વિશે જાણતો ન હોય.જો કે, રામાયણ સાથે સંકળાયેલ ઘણી બધી એવી વાતોથી લોકો આજે પણ અજાણ્યા છે. જેમ કે ભગવાન શ્રી રામ અને સીતા માતાનીઉમરમાં કેટલા વર્ષનો તફાવત છે.આનો જવાબ હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ રામાયણમાં તો આપેલો જ છે. પણ કેટલા લોકોને આના જવાબની ખબર છે ? ખાતરી છે કે તેના વિશે મોટા ભાગના લોકોને ખબર નહિ હોય.

હિંદુ ધર્મમાં ભગવાન શ્રી રામ અત્યંત પૂજનીય છે અને એક આદર્શ પુરુષ અને આદર્શ પતિ પણ. તેમને મર્યાદા પુરુષોત્તમ રામ પણ કહેવામાં આવે છે. કારણ કે એક પુરુષ તરીકે તેમણે મર્યાદાનું સંપૂર્ણ પાલન કર્યું છે.શ્રી રામને ભગવાન શ્રી વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુએ રાક્ષસરાજ રાવણનો જ્યારે ખુબજ ત્રાસ વધુ ગયો ત્યારે તેનો અંત કરવા માટે પૃથ્વી પર શ્રી રામના સ્વરૂપે અવતાર લીધો હતો.

જયારે, સીતામાતાને આદ્યશક્તિ, જગત જનની,સર્વ મંગલદાઈની અને વરદાઈની માનવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો અનુસાર સીતાના નામમાં જ તેમની ઉત્પતિનું રહસ્ય છુપાયેલું છે. હકીકતમાં, મીથીલા નગરીના રાજા મહારાજ જનકને કોઈ સંતાન નહોતું. જેથી તેમણે સંતાન પ્રાપ્તિની ઈચ્છા માટે એક યજ્ઞ કરવાનું નક્કી કર્યું. યજ્ઞ કરવા માટે જે સ્થળે યજ્ઞ ભૂમિની જમીનને સમથલ તૈયાર કરી રહ્યા હતા ત્યારે તે જગ્યાએ જમીનમાંથી એક બાળકી પ્રગટ થઇ. અને આ બાળકીનું નામ સીતા રાખવામાં આવ્યું.

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે સીતા સ્વયંવરમાંઅનેક રાજા મહારાઓની સામે શિવજીએ આપેલ ધનુષને તોડીનેમાતા સીતા સાથે વિવાહ કર્યા હતા. શ્રી રામને 14 વર્ષનો વનવાસ ભોગવવાનું પણ આવ્યું હતું. આ14 વર્ષના વનવાસ દરમ્યાન રાક્ષસરાજ રાવણે છળ કપટથીસીતા માતાનું અપહરણ કર્યું હતું. ત્યાર પછી શ્રી રામે રાવણનો વિનાશ કરી દીધો હતો.

રામાયણમાં એક દુહો છે, “वर्ष अठ्ठारह की सिया और सत्ताईस के राम l कीन्हो मन अभिलाष तब करनो है सुर कामll”

આ શ્લોકનો અર્થ એ થાય કે, માતા સીતા ભગવાન શ્રી રામથી 9  વર્ષ નાના હતા. જો કે, વાલ્મીકી રામાયણમાં ભગવાન શ્રી રામ માતા સીતાથી7 વર્ષ અને 1 મહિનો મોટા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment