જાણો કઈ રીતે થાય છે મત ગણતરી, EVM અને VVPAT માંથી નીકળશે ચુંટણીના પરિણામ….

5

દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં હાર જીતનું પરિણામ ૨૩ મેના આવી રહ્યું છે. આ જ દિવસે મતની ગણતરી સાથે જ નિર્ણય થઇ જશે કે કઈ પાર્ટીની સરકાર બની રહી છે. ઈવીએમથી થઇ રહેલ ચુંટણીમાં મત ગણતરી કઈ રીતે થશે, એ અમે તમને જણાવીશું.

ઈવીએમ સાથે વીવીપેટ જોડવામાં આવ્યું છે અને પર્ચીઓનું મિલાન પણ થવાની છે. આ ચુંટણીમાં આ સગવડ પહેલી વખત લાગુ થઇ રહી છે. પ્રક્રિયા અનુસાર સૌથી પહેલા ઈવીએમના કંટ્રોલ યૂનિટના રિજલ્ટ બટનથી વોટની ગણતરી થશે.

એના પછી પાંચેય VVPAT ના પરિણામથી કંટ્રોલ યૂનિટ પાસેથી મળેલ આંકડાઓનો ટોટલ થશે.

પિજન હોલ બોક્સની પર્ચીઓની સંખ્યાથી પણ મતની સંખ્યા મેચ થશે. આ એ પર્ચીઓ છે જે તમને વોટ નાખતા સમયે ઇવીમની જમણી બાજુથી નીકળતી દેખાય હતી. આ પર્ચીઓની ગણતરી પણ વોટની ગણતરી સાથે થઇ હતી.

ગયા વખતે ઇવીએમને લઈને વિવાદ થયો હતો. મામ્મલો સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો અને કોર્ટના નિર્ણય પછી પહેલી વખત પાચ VVPATની વોટોની ગણતરીમાં ઉપયોગ થઇ રહ્યો છે. એનાથી વોટની ગણતરીમાં કોઈપણ પ્રકારના ગુટાળાની શંકા સંપૂર્ણ રીતે ખત્મ થઇ જાય છે.

તમે એ પણ જાણી લો કે કઈ રીતે વોટિંગ મશીન EVMમાં કેદ તમારો દરેક વોટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. મતદાન પછી સ્ટ્રોંગ રૂમમાં રાખેલા EVM મત ગણતરીના દિવસે જ કાઢવામાં આવશે, પછી મત ગણતરી કેન્દ્રો પર શરુ થશે વોટની ગણતરી.

સવારે આઠ વાગ્યાથી લોકસભાની કુલ ૫૪૩ સીટો પર વોટોની ગણતરી શરુ થશે, જેના અડધા કલાક પછી જ વલણ ચાલુ થઇ જશે. અહિયાં રિટર્નિગ ઓફિસર સિવાય ચુંટણીમાં ઉભેલા પ્રત્યાશી, ઈલેક્શન એજન્ટ, કાઉટિંગ એજન્ટ પણ રહેશે, ઓફિશિયલ કેમેરાથી એની વિડીયોગ્રાફી થશે.

સૌથી પહેલા મત ગણતરી કેન્દ્ર પર પોસ્ટલ બેલેટ ગણવામાં આવશે. પોસ્ટલ બેલેટ સર્વિસ વોટર, ઈલેક્શનના એમ્પ્લોઇ હોય છે. એના અડધા કલાકમાં ઈવીએમ ખુલવાના શરુ થાય છે. પોસ્ટલ બેલેટ પણ હવે ઈવીએમ સાથે કાઉટિંગ ટેબલ પર પહોચી જાય છે. ધ્યાન રહે કે એક વખતમાં અધિકતમ ૧૪ ઈવીએમની ગણતરી કરી શકાય છે.

મતગણના કેન્દ્ર પર રહેલા સુપરવાઈઝરની મુખ્ય ડ્યૂટી પણ હવે અહીંથી શરુ થાય છે. એ પહેલા ઈવીએમની સુરક્ષાની તપાસ કરે છે, તે એ વાતની ખાતરી કરે છે કે ક્યાંક મશીન સાથે કોઈ છેડછાડ તો કરવામાં નથી આવીને. બટન દબાવીને વોટની ગણતરી કરવાનું કામ ચુંટણી અધિકારીનું હોય છે.

એના પછી ઈવીએમનું કંટ્રોલ યૂનિટનું રીઝલ્ટ  બટન દબાવવા પર જ કુલ વોટોની ખબર પડે છે. સાથે જ એ પણ ખબર પડે છે કે કોને કેટલા વોટ મળ્યા. વોટોની ગણતરીનું મેચ પાંચો  VVPAT સાથે કરીને રીટર્નિગ ઓફિસરને મોકલવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment