જાણો હીરા જ્વેલરીના દાગીનાની જાળવણી માટે સાચી રીત…

19

બહેનો કે મહિલાઓ માટે સોના ચાંદી હીરા જવેરાતના દાગીના કે આભુષણોનીવાત આવે એટલે, “મારું મન મોર બની થનગાટ કરે” જેવી સ્થિતિ થાય. બહેનો અને આભુષણ કે દાગીના પર્યાયવાચી અથવા સમાનાર્થી શબ્દ છે. આ બંને શબ્દો વચ્ચે વિરોધાભાસ હોવા છતાં બહેનો માટે આ બંને શબ્દ લાગુ પડે છે. બહેનો હીરા જવેલરીના દાગીના જરૂર ખરીદે છે પણ કદાચ તેમને તેની જાળવણીની સાચી રીતનો ખ્યાલ હોતો નથી. તો ચાલો આજે અમે તમને હીરા જ્વેલરીનાદાગીનાનીજાળવણીની સાચી રીત વિશે જણાવીએ.

હીરા જ્વેલરીના દાગીનાની જાળવણીની સાચી રીત

૧.) ડાયમંડ એટલે કે હીરા ખુબજ કીમતી રત્ન છે. તેના આભૂષણોમાં ખુબજ રોકાણ થાય છે. જેથી તેની સારસંભાળ પણ ખાસ જરૂરી છે. ડાયમંડ કે હીરાના આભૂષણોને મુલાયમ બ્રશથી સાફ કરીને તેને સારી રીતે સાચવીને રાખવા જોઈએ.

૨.) એક સરખા પ્રમાણમાં સ્વચ્છ પાણી અને એમોનીયાનું મિશ્રણ કરીને તેમાં 30 મિનીટ સુધી તેને ડુબાડી રાખવા જોઈએ. ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈને, ચોખ્ખા મુલાયમ સુતરાઉ કપડાથી લુછીને સારી રીતે સુકાવી લેવા.

૩.) તમારા દાગીનાને ગાદીવાળા અથવા સારી રીતે અસ્તર લગાવેલા બોકસ (પૈડેડ બોક્સ) માં રાખવા. આમ ન કરવાથી ક્યાતેક હીરા પર સ્ક્રેચના નિશાન પડી જાય છે. વધુ લાંબા સમય ગાળા માટે હીરાના દાગીનાને સુરક્ષિત સાચવી રાખવા માટે તેને અલગ અલગ પૈડેડ બોકસમાં રાખવા.

૪.) જો આભુષણોમાં હીરાની સાથે ઓપલ અને મોતી પણ જડેલા હોય તો તેને લાંબા સમય સુધી ખુબજ વધારે સુકી જગ્યામાં કે અંધારી જગ્યામાં રાખવા નહિ. કારણ કે તેથી ડાયમંડની શાઈનીંગ ફીકી પડી શકે છે. જ્વેલરી બોક્સને ભેજવાળી જગ્યામાં પણ ન રાખવું.

૫.) આભુષણોને ક્લીનીંગ સોલ્યુશનથી ડાયમંડની આસપાસ હળવા હાથે મુલાયમ બ્રશથી સાફ કરીને સાચવવા મુકવું.

૬.) બેકિંગ સોડા કે કોઇપણ ટુથપેસ્ટથી આભુષણોને ક્યારેય સાફ કરવા નહિ. પણ સૌમ્ય લીક્વીડ શોપનો ઉપયોગ કરીને હુંફાળા ગરમ પાણીથી સાફ કરવા. ક્યારેય પણ હાનીકારક કેમિકલવાળા સાબુથી કે મોઇશ્ચરાઇઝરવાળા શોપથી સાફ કરવા નહિ.

૭.) ડાયમંડવાળા આભુષણોને ધારદાર અણીવાળા કે શાર્પ (પૈની) ચીજોથી દુર રાખો. આમ ન કરવાથી ડાયમંડ પર લીસોટા પડી શકે છે. અને તેની ચમકમાં પણ ઘટાડો આવે છે.

૮.) હંમેશા યાદ રાખો કે ડાયમંડવાળા આભુષણો ઉતારીને જ સ્નાન કરવું જોઈએ. પાણીમાં ભેળવેલું ક્લોરીન ડાયમંડની ચમકનેફીકીકે ઝાંખી કરી શકે છે.

૯.) ડાયમંડવાળા આભુષણોને પહેરતા પહેલા અત્તરહેર સ્પ્રે કે અન્ય કોઇપણ સ્પ્રેનો છંટકાવ કરી લેવો. કારણ કે સ્પ્રે કે અત્તરમાં રહેલ કેમિકલ તેની ચમકને ઝાંખી કરી શકે છે.

૧૦.) એકસરસાઈઝ, કસરત, જીમ કે વ્યાયમ કરતી વખતે કે શારીરિક શ્રમનું કામ કરતા સમયે કોઇપણ આભુષણ કે દાગીના પહેરી રાખવા નહિ. કારણ કે આવા સમયે શરીરમાંથી પરસેવો નીકળતો હોય છે. અમુક લોકોના પરસેવાથી અમુક આભુષણો કાળા પડવા લાગે છે, અને ખાસ કરીને કૃત્રિમ મોતીના આભૂષણોની ચમક ઝાંખી થવા લાગે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment