ભારતની આ જગ્યાઓ પર લંકાધિપતિ રાવણને સળગાવી નથી શકતા, જાણો તેમનું રહસ્ય…

5

આમ તો રાવણનું નામ આવતા જ તમે કહો છો કે રાક્ષશ હતી એટલા માટે ભગવાને તેનો વધ કર્યો. દશેરાના દિવસે આમ તો આખો દેશમાં દશાસન રાવણનું દહન કરવામાં આવે છે, પણ શું તમે જાણો કજો કે ભારતની ઘણી જગ્યાઓ એવી છે જ્યાં રાવણને સળગાવવામાં નથી આવતો. આવું કરવા પાછળ કોઈ માન્યતાઓ અને અલગ અલગ પ્રકારના મિથક પ્રચલિત છે. આજે અમે એ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં વિજયાદશમીના દિવસે રાવણને સળગાવવામાં નથી આવતો.

કર્નાટકના કોલાર જીલ્લામાં અહીયાની ધાર્મિક માન્યતાઓ મુજબ ફસલ મહોત્સવ દરમિયાન ભગવાન શિવના પરમ ભક્ત રાવણની પ્રતિમાનું પણ ઝૂલુસ કાઢવામાં આવે છે. કર્નાતાકના મંડ્યા જીલ્લામાં માલવલ્લી તહસીલમાં રાવણનું મંદિર બનાવેલું છે. અહિયાં પણ દશેરામાં રાવણના પુતળાને સળગાવવામાં નથી આવતું.

હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લામાં શીવ્નાગ્રી નામથી એક મશહુર બેઝનાથ કસબો છે. અહિયાં લોકો રાવણના પુતળાને સળગાવવું એ મહાપાપ મને છે. માન્યતા છે કે અહિયા રાવણે થોડાક વર્ષો બેઝનાથમાં ભગવાન શિવની તપસ્યા કરીને મોક્ષનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. બેઝનાથ કસ્બાના લોકોની આ પણ માન્યતા છે કે જો રાવણનું દહન કર્યું તો તેનું મૃત્યુ પણ થઇ શકે છે. આ ભયના કારણે લોકો રાવણ દહન નથી કરતા.

રાજસ્થાનના જોધપુર જીલ્લામાં મંદોદરી નામના ક્ષેત્રને રાવણ અને માંન્ડોદારીના લગ્નનું સ્થળ માનવામાં આવે છે. જોધપુરમાં રાવણ અને મંદોદરીના લગ્નનું સ્થળ પર આજે પણ રાવણ ચવરી નામની એક છત્રીમાં છે. શહેરના ચાંદપોલ ક્ષેત્રમાં રાવણનું મંદિર બનાવવામાં આવ્યું છે. આજ કારણ છે કે અહિયાં પણ દશેરાના દિવસે રાવણનું પુતળું નથી સળગાવવામાં આવતું. અહિયાના કેટલાક સમાજ વિશેસ રૂપથી રાવણનું પુજન કરે છે અને પોતાને રાવણનો વંશજ માને છે.

પરંપરા પ્રમાણે ઉતર પ્રદેશના .બિસરખ અને જસવંત નગર નામની જગ્યાઓ પર રાવણ નથી સળગાવવામાં આવતો. બિસરખ ગામ રાવણનું નનિહાલ માનવામાં આવે છે. બીસરખ ગામ રાવણનું નનિહાલ માનવામાં આવે છે. બિસરખ ગામનો ઉલ્લેખ તો શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. પુરાણોના અનુસાર, ત્રેતા યુગમાં આ ગામમાં ઋષિ વિશ્વા નો જન્મ થયો હતો. આ ગામમાં તેને શિવલીંગની સ્થાપના કરી હતી. રાવણના પિતા ઋષિ વિશ્વાના કારણે આનું નામ બીસરખા પડ્યું. જસવંત નગરમાં દશેરાના દિવસે રાવણના ટુકડા કરી દેવામાં આવે છે અને તેરમાં દિવસે રાવણનું તેરમું પણ કરવામાં આવે છે.

મધ્ય પ્રદેશના ઉજ્જેન જીલ્લાનું ચીખલી ગામમાં પ[પણ રાવણ દહન કરવામાં નથી આવતું. આના વિશે કહેવામાં આવે છે કે રાવણની પૂજા ન કરવાથી ગામ બળીને ભસ્મ થઇ જશે, એટલા માટે દશેરાના દિવસેરાવણ દહન કરવાની જગ્યાએ પૂજા કરવામાં આવે છે. આ ગામમાં રાવણની વિશાળકાય મૂર્તિ પણ સ્થાપિત છે. મધ્ય પ્રદેશના મંદસોર વિશે કહેવામાં આવે છે કે મંદોદરનું સાચું નામ દશ્પુર હતું અને આ રાવણની પત્ની મંદોદરીનું પિયર હતું. એવામા મંદસોર રાવણનું સાસરિયું થયું, એટલા માટે અહિયાં દામાદની સન્માનની પરંપરાના કારણે રાવણનું પુતળું ન કરવાની પરંપરા છે.

કથાઓના જણાવ્યા અનુશાર રાવણે આંધ્રપ્રદેશના કાકિનાડામાં એક શિવલીંગની સ્થાપના કરી હતી. ત્યાં આ જ શિવલીંગની પાસે રાવણની પ્રતિમા સ્થાપિત છે. અહિયાં શિવ અને રાવણ બંનેની પૂજા મછુઆરા સમુદાય કરે છે. રાવણને લંકાનો રાજા માનવામાં આવે છે અને શ્રીલંકામાં કહેવામાં આવ્યું છે કે રજા વાલગમ્બાએ ઈલા ઘાટીમાં રાવણના નામ પર ગુફા મંદિરનું નિર્માણ કર્યું હતું. એટલા માટે અહીયાના મછુઆરા રાવણનું પુતળું નથી સળગાવતા.

મહારાષ્ટ્રમાં અમરાવતીના ગઢચીરોલી નામના સ્થાન પર આદિવાસી સમુદાય રાવણનું પૂજન કરે છે અને પુતળાનું દહન નથી કરતા. કહેવામાં આવે છે કે જણાવવામાં આવે છે કે આ સમુદાય રાવણ અને તેના પુત્રને પોતાના દેવતા મને છે. દક્ષીણ ભારતમાં એવું માનવામાં આવે છે કે, રાવણ પરમ જ્ઞાની, પંડિત, શિવ ભક્ત હતો, અહિયાં પર રાવણ દહનને દુર્ગુણોનું દહન માને છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment