જાણો આ 5 સ્ત્રીઓ વિશે, જેમણે અંતરિક્ષમાં કરી હતી આ રીતે વોકિંગ….

8

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ આ વર્ષે શરૂઆતમાં એલાન કર્યું હતું કે પહેલી વખત અંતરિક્ષમાં માત્ર સ્ત્રીઓ સ્પેસવોક કરશે. એ હેઠળ બે સ્ત્રી અંતરિક્ષયાત્રીઓ ક્રિસ્ટીના કોચ અને એની મેક્લેનને સ્પેસવોક કરવાની હતી. જો કે નાસાની આ એતિહાસિક યોજના રદ્દ થઇ ગઈ. નાસાએ એની પાછળનું કારણ આ સમૂહમાં એક સ્ત્રી અંતરિક્ષયાત્રી માટે સ્પેસસૂટની કમી હોવાનું જણાવ્યું છે.

જો કે, નાસાની આ એતિહાસિક યોજના પર વિરામ લાગી ગયો, પરંતુ સ્ત્રીઓનું સ્પેસવોક કરવું કોઈ નવી વાત નથી. આજે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ એવી પાંચ સ્ત્રીઓ વિશે જેમણે પોતાના સાહસના દમ પર અંતરિક્ષમાં પોતાના પગલાઓના નિશાન છોડ્યા.

૨૫ જુલાઈ ૧૯૮૪ની તારીખ આખી દુનિયાની સ્ત્રીઓ માટે એતિહાસિક તારીખ બની ગઈ. આ જ દિવસે રૂસની સ્વેતલાના સવિત્સકાયાએ પહેલી વખત સ્પેસવોક કરી હતી અને એવું કરનારી એ પહેલી સ્ત્રી બની. જો કે, સ્વેતલાનાએ  એની પહેલા ૧૯૮૨માં પણ અંતરિક્ષ માટે ઉડાન ભરી હતી, પરંતુ એના બે વર્ષ પછી એમણે અંતરિક્ષમાં વોક કરનારી પહેલી મહિલા બનવાનું કીર્તિ બની.

નાસાની રીટાયર્ડ અંતરિક્ષ યાત્રી પેગી વ્હિટસનએ કુલ ૧૦ વખત સ્પેસવોક કરી છે. આ કોઈ સ્ત્રી દ્વારા સૌથી વધારે વખત કરવામાં આવેલ સ્પેસવોક છે. એમણે લગભગ ૬૬૬ દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા અને ૬૦ કલાકથી વધારે સમય અંતરિક્ષમાં વોક કરવામાં વિતાવ્યો છે. પેગી ઈતિહાસની સૌથી અનુભવી સ્ત્રી અંતરિક્ષ યાત્રી છે. પેગી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પહેલી સ્ત્રી કમાન્ડર બની.

ક્રિસ્ટીના કોચ સ્પેસવોક કરનારી ૧૪મી સ્ત્રી છે. ક્રિસ્ટીના ૧૪ માર્ચએ અંતરિક્ષમાં પહોંચી હતી અને ૧૬ માર્ચે એણે પહેલી સ્પેસવોક કરી હતી. નાસાની સમય સારીણી અનુસાર એ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ત્યાં રહેશે. એની પહેલા વર્ષ ૨૦૧૬ ૧૭માં અંતરિક્ષ યાત્રી પેગી વ્હિટસએ ૨૮૮ દિવસો સુધી અંતરિક્ષ સ્ટેશનમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. નાસાના ઓલ વુમેન સ્પેસવોક કાર્યક્રમમાં ક્રિસ્ટીના કોચનું પણ નામ હતું.

એના મેક્લેન યૂએસ આર્મીમાં લેફ્નેન્ટ કર્નલ અને ઇન્જિનીયર હોવાની સાથે જ નાસા અંતરિક્ષ યાત્રી છે. એનીએ ૨૨ માર્ચ ૨૦૧૯એ પહેલી વખત સ્પેસવોક કરી હતી.એનીએ ૬.૩૯ કલાકની સ્પેસવોક કરી હતી. આ દરમ્યાન એમણે સેલ્ફી લીધી હતી. એના સિવાય એક શ્રેષ્ઠ રગ્બી ખેલાડી પણ હતી. એનીએ ઇંગ્લેન્ડની રગ્બીની ખુબજ મશહુર વુમેન પ્રીમિયરશીપમાં પણ ભાગ લીધો હતો.

ભારતીય મૂળની અમેરિકી અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સનું નાસામાં જૂન ૧૯૯૮માં પસંદગી થઇ હતી. સુનીતા ભારતીય મૂળની બીજી સ્ત્રી છે જે અમેરિકાના અંતરિક્ષ મિશન પર ગઈ. સુનીતાએ ૩૨૧ દિવસ ૧૭ કલાક ૧૫ મિનિટનો સમય અંતરિક્ષમાં વિતાવ્યો. એમને વર્ષ ૨૦૦૮માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન તેમજ અભિયાત્રીકી ક્ષેત્રમાં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરી હતી. સુનીતા સિવાય ભારતીય મૂળની કલ્પના ચાવલાએ પણ અંતરિક્ષ યાત્રા કરી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment