ઈશા અંબાણીના લગ્ન પછી નીતા અંબાણી, કઈક અલગ જ અંદાજમાં જોવા મળી…

45

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી હાલમાંજ લગ્નના સંબંધમાં બંધાઈ ગઈ છે. ઈશાએ આનંદ પિરામલની સાથે 12 ડિસેમ્બરે સાત ફેરા લીધા હતા. આ લગ્નની ચર્ચા વિદેશો સુધી ખુબ જ થઇ હતી. આ દરમિયાન આખા અંબાણી પરિવારના ફોટા પણ સોશ્યલ મીડિયા પર છવાયેલા હતા. ઈશા અંબાણીના લગ્નના દોઢ મહિના પછી હવે નીતા અંબાણીની ફોટો સામે આવી છે.

નીતા અંબાણીની નવી ફોટો દીકરી ઈશા અંબાણીના લગ્નનો છે. ફેસન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાએ નીતા અંબાણીની આ ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં તે ઘણી સુંદર લાગી રહી હતી.

આ દરમિયાન નીતા અંબાણીએ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડીઝાઇન કરેલો ભરતકામ કરેલો સૂટ પહેરી રાખ્યું હતું. આના સિવાય એક બીજા ફોટામાં કાળા રંગનું સૂટ પહેર્યું હતું, સાથેજ સ્ટોન જડેલા ઈયરરિંગ્સ પણ પહેરેલા હતા.

તેમજ લગ્ન પછી ઈશા અંબાણી પોતાના નવા નવા ફોટાઓ શેર કરતી રહે છે. હાલમાંજ ઈશા અંબાણી ‘ગર્લ ગેંગ’ ની સાથે નઝર આવી. તેમાં પરીણીતિ ચોપડા અને અર્પિતા ખાન પણ સામેલ છે. બધાએ ગોલ્ડન પિંક રંગની ડ્રેસ પહેરી હતી. ફોટો શેર કરતી વખતે ઈશા અંબાણીએ લખ્યું કે ‘સક્સેસફુલ ગર્લ ગેંગ, પીચ પિંક ડ્રેસ પહેરીને.’

એક બીજા ફોટામાં ઈશાને સબ્યસાચી નો ડીઝાઇનર લેંઘો પહેર્યો હતો. ઈશાએ લેંઘાની સાથે મેચિંગ જ્વેલરી પણ પહેર્યું. સાદા લુકમાં જ ઈશા કોઈ પરીથી ઓછી લાગી રહી ન હતી. ઈશાની સાથે આનંદ પીરામીલ પણ ગોલ્ડન રંગની શેરવાનીમાં નઝરે આવ્યા. બંને એકબીજા સાથે ઘણા સારા લાગી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment