ઈશા અંબાણીએ લગ્ન પછીની જિંદગીના ખોલ્યા રાજ, જાણો શું કહ્યું તેમણે…

41

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાનીની દીકરી ઈશા અંબાનીના ભવ્ય લગ્નની ચર્ચા ઘણા દિવસો સુધી રહી. હવે લગ્ન પછી ઈશા અંબાનીનું Vogue મેગેજીન માટે કરવામાં આવેલ ફોટોશુટ વાયરલ થઇ રહી છે. મેગેજીનને આપેલ ઈન્ટરવ્યુંમાં ઈશા અંબાનીએ પોતાની નીજી જીંદગીના વિશે ઘણા ખુલાસા કર્યા છે.

એક સમુદ્ધ પરિવારમાં પોતાનું લાલનપાલન પર વાત કરતા ઈશાએ કહ્યું, “મારા પેરેન્ટ્સ બહુજ વધુ વ્યસ્ત રહે છે. હું ૧૯૯૧ માં જન્મી છું, એ વખતે ઉદારીકરણનો દોર ચાલી રહ્યો હતો, ભારતીય કંપનીઓને વૈશ્વિક ઓળખાણ બનાવાનું સપનું જોવાનું મોકો મળ્યો. મારા પિતાએ પણ સપનાને પૂરું કરવા માટે ઘણી મહેનત કરી અને રિલાયન્સને આ મુકામ સુધી પહોચાડી.”

ઈશાએ આગળ કહ્યું, “તે લાંબો સમય સુધી કામ કરતા હતા પરંતુ જયારે અમને જરૂરત પડતી, તો અમારી માટે ઉભા રેતા હતા. તેમણે એ નક્કી કર્યું કે અમે પૈસા, મહેનત અને ઉદારતાની કીમતને સમજીએ,”

ઈશાએ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું, મારા પેરેન્ટ્સના લગ્નના ૭ વર્ષ પછી હું અને આકાશ જન્મયા અને અમે ivf બેબીજ હતા. જયારે અમે જન્મયા તો “માં” બધો સમય અમને આપવા માંગતી હતી. જયારે અમે ૫ વર્ષના થયા તો તે ફરીથી કામ પર જતા રહ્યા પરંતુ હવે પણ તે ‘ટાઈગર મોમ’ હતી.

તેમણે જણાવ્યું, મને યાદ છે કે જયારે મારા ને મારી માંતાની વચ્ચે જગડો થતો હતો તો પપ્પાને લડાઈ ઉકેલવા આવવું પડતું હતું. મારી માં વધુ કડક સ્વભાવના હતા. જો અમે સ્કુલ બંક કરવાનું ઈચ્છતા તો પપ્પા માની જતા પરંતુ માં અમારું ભણતર અને ખાનપાનને લઈને વધુ સતર્ક રહેતી હતી.

ઈશા અંબાણીએ પોતાના લગ્ન જીવન વિશે પણ ઘણી દિલચસ્પ વાતો જણાવી. ઈશાએ કહ્યું કે આનંદ હંમેશા તેમને હસાવતો હતો. આનંદનો સેંસ ઓફ હ્યુમર જોરદાર છે.

આનંદને કોઈક ઇવેન્ટમાં સામેલ થવાથી નફરત છે જયારે ઈશા સોસીયલ ઈવેન્ટ્સ ઈન્જોય કરે છે. ઈશાએ ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, અમે અમાર લગ્નને ઇન્જોય કર્યા પરંતુ આનંદનો ફન કરવાનો આઈડિયા અલગ છે. તે મારાથી વધુ આધ્યાત્મિક છે. અમારા બનેમાં એક સમાનતા છે કે અમે બંને ખાવાના શોખીન છીએ.

ઈશાએ એક વાક્ય પણ સંભળાવ્યું, “મારા પિતા લગ્નમાં સ્પીચ આપી રહ્યા હતા કે તેમણે આનંદને શા માટે પસંદ કર્યો. તે આનંદની ક્વોલીટીજ ગણાવી રહ્યા હતા. આ સ્પીચ મજાકવાળી હતી કેમકે તેમણે અંતમાં કહ્યું કે આ ૧૦ ક્વાલીટીજ તેમની પણ છે. આ સાચું છે કે આનંદ મને મારા પિતાની યાદ અપાવે છે.”

લગ્ન પછી જીંદગીમાં ઘણા ફેરફાર થયા? તેના પર ઈશાએ જણાવ્યું કે, અમે કાલે રાતે ડીનર કર્યું. તેના પછી રાત્રે ૧૧ વાગીયાથી સવારના ૩ વાગ્યા સુધી આનંદની ઓફિસમાં એક મીટીંગ કરી હતી. મને નહતું લાગતું કે મારી કે આનંદની જીંદગીમાં કાઈક બદલ્યું છે. તે પડાવ પર અમારી બને માટે કામ પ્રાથમિકતા પર છે. અમારા પેરેન્ટ્સ પણ તે વાતને સમજે છે. ખુશકિસ્મતથી, હું જે પરિવારમાં પેદા થઇ છું અને જે પરિવારમાં મારા લગ્ન થયા છે, બંને જગ્યા પર એક સદસ્ય કામનું મહત્વ સમજે છે.

ઈશાએ પોતાના વિશે લોકોની વચ્ચે બનેલી ધારણા વિશે કહ્યું, લોકોને લાગે છે કે હું દરરોજ સારા સારા કપડા પહેરું છું. હકીકત એ છે કે હું મોટા ભાગે કોટન સલવારના કમીજ જ પહેરું છે.

ઈશાને ભારતીય વસ્ત્ર પહેરવા બહુજ ગમે છે, ખાસકરીને બ્લોક પ્રિન્ટવાળા કોટનના કુર્તા.

ઈશાએ જણાવ્યું કે જયારે તે અમેરિકામાં હતી તો બિજનેસ ફોર્મલ પહેરવાથી તેમને નફરત થઇ છે. બ્લેજર પહેરવું તેમના માટે કોઈ નાઈટમેયરથી ઓછું ન હતું.

ઈશાએ કહ્યું કે જો તમે સ્લીમ છો તો સારું છે પરંતુ જો તમારી કર્વી બોડી છે તો તમે પેન્સિલ સ્કર્ટ કેમ પહેરી શકો છો? ઈશાને વૈલેંટીનો, અબુ જાની સંદીપ ખોસલા, મનીષ મલ્હોત્રા અને સવ્યાસાચીના ડિજાઇનર કપડા પસંદ છે.

ઈશાએ પોતાને ઇન્ટ્રોવેર્ટ જણાવી. ઓમ પણ ઈશા પોતાની જીંદગી પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે.

તે પોતાની કઈ પ્રગતિ પર ગર્વ કરવા ઈચ્છશે? આ પ્રશ્નના જવાબ પર ઈશાએ કહ્યું, “મને ત્યારે ગર્વ થાય છે જયારે કોઈ કહે છે કે હું પોતાના પેરેન્ટ્સની લેગસીને આગળ વધારી રહી છે. જો રીલાયંસ દુનિયાની ટોપ ૧૦ કંપનીઓમાં સામેલ થાય છે તો એ સપનું સાચું પડે એવું હશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment