IPL 2019 માંથી બહાર થઇ શકે છે હાર્દિક પાંડયા, ખરાબ સમય સાથ નથી છોડી રહ્યો…

14

ગયા થોડાક મહિના હાર્દિક પાંડયા માટે કોઈ ખરાબ સપનાથી ઓછા નથી રહ્યા. ચેમ્પિયન ટ્રોફીમાં (સપ્ટેમ્બર ૨૦૧૮) પાકિસ્તાન સામે એવું લાગ્યું કે સ્ટ્રેચર પર સુઈને મેદાન બહાર જવું પડ્યું. ઘાવમાંથી વાપસી કરીને મેદાન પર પાછા આવ્યા જ હતા કે ‘કોફી વિથ કરન’ (જાન્યુઆરી ૨૦૧૯) માં વિવાદિત નિવેદન આપીને સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો, અત્યારે એ કેશમાંથી છુટકારો મળ્યો પણ નથી કે એક વખત ફરી હાર્દિક પાંડયાએ પોતાની સાથે સાથે ટીમની મુશ્કેલીઓ વધારી દીધી.

વાત એમ છે કે, પીઠના સ્નાયુઓમાં ખેંચાણના કારણે નાના પાંડયા ઓસ્ટ્રેલિયા સામે ટી ૨૦ અને વન ડે સીરીઝમાંથી બહાર થઇ ગયા. એમના સ્થાને રવીન્દ્ર જાડેજાને વન ડે ટીમમાં શામેલ કરવામાં આવેલ છે. પાંડયાની ચોટ કેટલી ગંભીર છે અને એ ક્યાર સુધીમાં મેદાન પર કરી શકશે આના વિશે હાલમાં કોઈ જાણકારી મળી શકી નથી. પરંતુ બીસીસીઆઈએ એમને લોવર બૈકનો ઈલાજ કરાવા માટે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં જવા માટે કહ્યું છે. એ આવતા અઠવાડિયે એનસીઈ જશે.

ઇંગ્લેન્ડમાં થનાર વિશ્વ કપને ધ્યાનમાં રાખીને પાંડયા ટીમ માટે ખુબજ મહત્વ છે. એવામાં ટીમ મેનેજમેન્ટ એમને કોઈપણ હાલતમાં ખોવા નથી માંગતી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની સાથે સાથે આ સમાચાર મુંબઈ ઇન્ડિયન્સ માટે પણ કોઈ ઝટકાથી ઓછા નથી, કેમકે વિશ્વકપ પહેલા આઈપીએલ થવાનો છે. ૨૩ માર્ચથી શરુ થઇ રહેલા ટૂર્નામેન્ટમાં પાંડયાની ગેરહાજરી ‘ઇન્ડિયન્સ’ ને ભરી પડી શકે છે.

સુત્રોની માનીએ તો હાર્દિક પાંડયા આઈપીએલમાં રમી શકશું કે નહિ એનો નિર્ણય ત્રણ અઠવાડિયા પછી પ્રસારિત થનારી મેડિકલ રીપોર્ટમાં જ લેવામાં આવશે. એનસીઈમાં ટ્રેનિંગ અને કંડીશનિંગ પ્રોગ્રામ દરમ્યાન આ હરફનમૌલા ક્રિકેટર જેટલી ઝડપી રીકવર કરે છે એમની આઈપીએલમાં રમવાની આશા એટલી જ વધુ થશે. જો કે ગયા છ મહિનામાં પાંડયાની આ ઘાવ બીજી વખત બહાર આવી છે એવામાં ભારતીય ટીમ મેનેજમેન્ટ આઈપીએલમાં પાંડયાને રમવા માટેની મંજુરી આપીને કોઈ રિસ્ક લેવા નથી માંગતી.

ઓસ્ટ્રેલિયા સામે ભારત ૨૪ ફેબ્રુઆરીએ પહેલો ટી ૨૦ રમશે ૨૭એ બીજો જ્યારે પાંચ મેચની વન ડે સીરીઝની શરૂઆત ૩ માર્ચથી થશે. તમને જાણવી દઈએ કે વિશ્વકપને ધ્યાનમાં લેતા ઓસ્ટ્રેલિયા સામે આ સીરીઝ ખુબજ મહત્વની થઇ જાય છે. ક્રિકેટ પંડિત આને વર્લ્ડકપનો ફૂલ ડ્રેસ પ્રેક્ટીસ જણાવી રહ્યા છે એટલે કે ટીમ ઇન્ડિયા એ બધા ખેલાડીઓને અહિયાં અજમાવશે જે એમની વિશ્વકપ ૨૦૧૯ની ટીમમાં શામેલ થશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment