ઇમરાન ખાને ભારત સાથેની વાતચીતનો કર્યો ખુલાસો, “યુદ્ધ થયું તો કોઈના કાબુમાં નહિ રહે”…

50

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એકવાર ભારત સાથે વાતચીત કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે પુલવામા પર વાત કરવા માટે તૈયાર છે.

પુલવામા આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની સ્થિતિ ચાલુ છે. બંને દેશો વચ્ચે ઉત્સુકતા ત્યારે વધી ગઈ જયારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરજમીમાં ઘૂસીને જૈશના આતંકિયોના કેમ્પનો નાશ કરી નાખ્યો અને લગભગ ૩૦૦ આતંકિયોને મારી નાખ્યા. પરંતુ તેના પછી પાકિસ્તાનની તરફથી બુધવારે એલઓસી પર નાપાક ગતિવિધિ જોવા મળી હતી. તેના પછી ફરી એકવાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારત સાથે વાતચીત કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે અમે પુલવામા પર વાતચીત્ર કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે પહેલા પણ કહ્યું હતું અને અજી પણ કહી રહ્યા છીએ કે તમે અમને સબુત આપો અમે તેના પર કાર્યવાહી કરશું. તેમણે કહ્યું કે અમારા માટે પણ આ સારું નથી કે અમારી જમીનનો ઉપયોગ આતંકવાદ માટે કરવામાં આવે. તેમણે કહ્યું કે યુદ્ધ થયું તો કોઈના કાબુમાં નહિ રહે. જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે ઉત્સુકતા ત્યારે વધી ગઈ જયારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની સરજમીમાં ઘૂસીને જૈશના આતંકિયોના કેમ્પનો નાશ કરી નાખ્યો અને લગભગ ૩૦૦ આતંકિયોને મારી નાખ્યા.

તેની પહેલા સીમા પર પાકિસ્તાનની નાપાક હરકતોની વચ્ચે પ્રધાનમંત્રી મોદીના અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજીત ડોભાલ. ગૃહ સચિવ અને અન્ય પ્રમુખ અધિકારી શામેલ થયા. લગભગ ૨૦ મિનીટ સુધી આ બેઠક ચાલી. આતંકી કેમ્પો પર ભારતીય વાયુસેનાના હુમલાથી પાકિસ્તાન તરફથી ૧૫ થી વધુ સ્થાન પર સીજફાયર ઉલ્લઘન કરવાની ઘટના સામે આવી છે.

આતંકી કેમ્પ પર ભારતના હુમલા પછી વિજય ગોખલેએ શું કહ્યું હતું

તેની પહેલા ભારતીય વાયુસેનાની પાકિસ્તાન સરહદમાં આતંકી કેમ્પો પર મોટી કાર્યવાહી પર વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે ૧૪ ફેબ્રુઆરીએ જૈશ એ મહોમ્મદે સીઆરપીએફ પર ફિદાઈન હુમલો કર્યો હતો. આ સંગઠન પાકિસ્તાનમાં બે દશકાથી સક્રિય છે. પાકિસ્તાનને તેમના કેમ્પો વિશે એકાએક જાણકારી આપવામાં આવે છે, પરંતુ તેમણે ના પાડી. તેમણે કોઈ એક્શન ન લીધી. અમને સુચના મળી કે દેશમાં અજી ફિદાઈન હુમલા કરી શકે છે. તેના પછી ભારતે બાલાકોટમાં જૈશના કેમ્પ પર કાર્યવાહી કરી. જેમ જૈશના આતંકી અને ટ્રેનર ઢેર થઇ ગયા. જૈશ કમાન્ડર યુસુફ અજહર પણ મરી ગયો, ત્યાજ આ કેમ્પ ચાલી રહ્યો હતો તેમણે કહ્યું કે ભારત સરકારે આતંકવાદથી સાથે લડવાનો દ્રઢસંકલ્પ કર્યો છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે એયરફોર્સના ઓપરેશનનું નિશાન ખાસ કરીને આતંકી અડ્ડાઓને બનાવવામાં આવ્યું હતું, જેથી નાગરિકોને નુકસાન ન પહોચે… “તેમણે કહ્યું કે આ ઓપરેશન પૂરી રીતે આતંકીયોની વિરુદ્ધમાં હતું , ન કે કોઈ મિલેટ્રી ઓપરેશન.

તેની પહેલા ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા એક આત્મઘાતી હુમલાથી સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા. હુમલાના જવાબદાર પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદે લીધી હતી. ભારતે તેના આગળના દિવસે સેનાને ખુલ્લી છૂટ આપી દેવાની વાત કહી હતી અને પાકિસ્તાનથી ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ નો દરજ્જો પાછો લઇ લીધો છે. તેના પછી ઘાટીમાં થયેલા સર્ચ ઓપરેશનમાં જૈશના ઘણા આતંકવાદી મરી ગયા હતા. ૨૬ ફેબ્રુઆરીની રાતે વાયુસેનાએ પોતાની સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનના બાલાકોટમાં સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદના કેમ્પનો નાશ કરી નાખ્યો હતો. ભારતની આ કાર્યવાહીને આખી દુનિયાએ સમર્થન આપ્યું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment