ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ, પાકિસ્તાનના ફેક ન્યુજથી રહો સાવધાન….

29

પાકિસ્તાની સેનાના અધિકારી મેજર જનરલ આસિફ ગફુરે સવારે ટ્વીટ કરી ખોટા સમાચાર ફેલાવ્યા છે કે પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય વિમાનોને ધરાસઈ કરી નાખ્યા છે. જયારે હકીકત એ છે કે પાકિસ્તાની વાયુસેનાનું એક F-16  વિમાનને ધરાસઈ કરી નાખવામાં આવ્યું છે જયારે એક વિમાન ભારતીય વાયુસેનાની કાર્યવાહી પછી ભાગી ગયું.

ભારતીય વાયુસેના ના પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને જૈશના આતંકી ઠેકાણા પર હુમલા કર્યા પછી પાકિસ્તાની સેના અને મીડિયા ‘ફેક વોર’ માં જોડાઈ ગયા છે. સેના અને દેશનું મનોબળ વધારવા માટે પાકની તરફથી વધારીને દવા કરવામાં આવી રહ્યા છે. બુધવારે પાકિસ્તાનના બે F-16  વિમાનોને ભારતમાં ઘૂસપેઠ કરવાની કોશિશ ઘણી કરી હતી, પરંતુ ભારતે પીછો કરીને તેના એક વિમાનને ધરાસઈ કરી નાખ્યું.

આ ઘટનાની પાકિસ્તાનની ચેનલો અને સેનાએ કઈક અલગ જ ફોટો રજુ કરી. પાકિસ્તાની મીડિયાએ ફોટો અને વિડીયો ફૂટેજ દેખાડીને દાવો કરવાનું શરુ કરી નાખ્યું કે તેમની સેનાએ ભારતનું વિમાન પાડી દીધું છે. છતાં પણ તેમની આં પોલ થોડી જ વારમાં ખુલી ગઈ. જે ફૂટેજ પાક ચેનલોમાં બતાવવામાં આવી, તે હકીકતમાં ૨૦૧૬ માં જોધપુરમાં એક મીગ-૨૭ ના ક્રેશની હતી.

તેની સાથે જ પાકિસ્તાની સેના પણ દાવો  કરવા લાગી કે તેમણે તેમના ક્ષેત્રમાં ઘુસેલા બે ભારતીય વિમાનોને ધરાસઈ કરી નાખ્યા છે, જયારે કે હકીકતમાં એ હતી કે બડગામમાં એક MI હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. પાકિસ્તાનના F-16  લડાકુ વિમાનોએ નૌશેરામાં ભારીતીય વાયુ સરહદનું પરિભ્રમણ કર્યું હતું, જયારે MI 17  હેલીકોપ્ટર બડગામના ગારેંદ કલાં ગામમાં દુર્ઘટનાગ્રસ્ત થયું, જે નૌશેરાથી ૨૦૦ કિલોમીટર દુર છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસીફ ગફુરે સવારમાં ટ્વીટ કરીને ખોટા સમાચાર ફેલાવ્યા છે કે પાકિસ્તાની વાયુસેનાએ ભારતીય વિમાનોને ધરાસઈ કરી નાખ્યા છે, પણ હકીકત એ છે કે પાકિસ્તાની વાયુસેનાનું એક F-16  વિમાનને ધરાસઈ કરી નાખવામાં આવ્યું છે જયારે એક વિમાન ભારતીય વાયુસેનાની કાર્યવાહી પછી ભાગી ગયું. હેલીકોપ્ટર ક્રેશ થવાની ખબર પછી પાકિસ્તાન સેનાએ પોતે પેલા આપેલા નિવેદનથી પીછે હટ કરી લીધી.

હકીકતમાં, પાકિસ્તાન શરૂઆતથી જ ખોટા સમાચાર ફેલાવવાની કોશિશ કરતુ રહ્યું છે. ગફુરના એક ભારતીય ફાયટર જેટને પાક અધિકૃત કશ્મીરમાં પાડવાની અને પાયલટને જીવતા પકડવાના દાવાના જવાબમાં ભારતીય રક્ષાસુત્રો એ કહ્યું કે દુશ્મનની કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાના કોઈ લડાકુ વિમાનના ક્ષતીગ્રસ્ત થવાની કોઈ ખબર નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment