ભારતે પાકિસ્તાન પાસેથી છીનવ્યો “મોસ્ટ ફેવર્ડ નેશન”નો દરજ્જો, જાણો શું થશે તેની અસર ???

79

હકીકતમાં MFM નો અર્થ છે મોસ્ટ ફેવર્ડ નેશન, એટલે કે તે સૌથી વધુ પસંદગીયુકત દેશ છે. વિશ્વ વ્યાપાર સંગઠન અને ઇન્ટરનેશનલ ટ્રેડ નિયમોના આધારે વ્યાપારમાં સૌથી વધુ પસંદગીયુક્ત દેશ (એમએફએન) નો દરજ્જો આપવામાં આવે છે.

પુલવામા CRPF પર થયેલ હમલામાં 40 થી વધુ જવાનો શહીદ થયા તેના કારણે આખો દેશ ગુસ્સામાં છે. આ હમલાને લઈને સુરક્ષા બાબતની કેબીનેટ સમિતિમાં ફેસલો લેવામાં આવ્યો છે કે પાકિસ્તાન પાસેથી ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ (MFN) નો દરજ્જો છીનવી લેવામાં આવશે. તેમજ આંતરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને અલગ-થલગ કરવાની પણ રણનીતિ કુટનીતિ અપનાવવામાં આવશે. ત્યારેજ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું કે આખો દેશ ગુસ્સાથી ઉકળી રહ્યો છે અને આંતકવાદીઓએ બોવ મોટી ભૂલ કરી નાખી છે, એની કીમત ચૂકવવી પડશે. તમને જણાવી દઈએ કે પુલવામા સીઆરપીએફના 2500 જવાનોને લઇ જનાર એક કાફલામાં શામેલ વાહન પર આઈડીથી ભરેલ એક કારને એક વાહન સાથે ભટકાડવામાં આવી જેનાથી એક મોટો ધમાકો થયો અને જેમાં ૪૦ થી વધુ જવાનો શહીદ અને ઘણા ઘાયલ થઇ ગયા. આ હમલાની આંતરાષ્ટ્રીય સ્તર પર ઘણી નિંદા થઇ રહી છે. અમેરિકા, ઈજરાયલ, ભૂટાન અને ઘણા દેશોએ કહ્યું કે તે આ પરિસ્થિતિમાં ભારતની સાથે છે.

શું હોય છે ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ નો દરજ્જો ?

હકીકતમાં એમએફએનનો અર્થ છે મોસ્ટ ફેવર્ડ નેશન, એટલે કે સૌથી વધુ પસંદગીયુક્ત દેશ. વિશ્વ વ્યાપાર સંગઠન અને ઇન્ટરનેશનલ ટ્રેડ નિયમોના આધારે વ્યાપારમાં સૌથી વધુ પસંદગીયુક્ત દેશ (એમએફએન) નો દરજ્જો આપવામાં આવે છે. એમએફએનનો દરજ્જો મળી ગયા પછી દરજ્જો પ્રાપ્ત કરેલ દેશને એ વાતનું આશ્વાસન હોય છે કે તેને વ્યવસાયમાં નુકશાન નહી પહોચાડવામાં આવે.

શું લાભ છે એમએફએનનો દરજ્જો પ્રાપ્ત કરવામાં ?

ધ્યાન આપો કે એમએફએનનો દરજ્જો વ્યવસાયમાં આપવામાં આવે છે. તેના કારણે આયાત-નિકાસમાં એકબીજાને ખાસ ડિસ્કાઉન્ટ મળે છે. આ દરજ્જો પ્રાપ્ત કરનાર દેશ વ્યવસાયમાં સૌથી નીચો આયાત ડયુટી પર હોય છે. ડબ્લ્યુટીઓના સભ્યો દેશ ખુલ્લો વ્યાપાર અને બજારથી બંધાયેલા છે. પરંતુ એમએફએનના કાયદા હેઠળ દેશોને ખાસ છૂટ આપવામાં આવે છે. સિમેન્ટ, ખાંડ, ઓર્ગેનિક કેમિકલ, રૂ, શાકભાજી અને ઘણા પસંદ કરેલા ફળોની સિવાય મિનરલ ઓયલ, ડ્રાઈ ફ્રુટ, સ્ટીલ જેવા કોમોડીટીજ અને વસ્તુઓનો વેપાર બંને દેશો વચ્ચે થાય છે.

શું છે આનો મતલબ ?

પાકિસ્તાન હાલના સમયમાં મોટી આર્થિક પડકારોની સામે જજુમી રહ્યું છે અને ભારતની સાથે તેનો સારો એવો વ્યાપાર થઇ રહ્યો છે. સીમા પર ગમે તેટલો તણાવ હોય પણ વ્યાપાર પર કોઈ અસર પડતીન હતી. આ ફેસલાથી પાકિસ્તાનને આર્થિક રીતે સમસ્યાઓ થશે. પરંતુ એક પક્ષ એ પણ કહે છે કે ભારત જો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ખતમ કરે છે તો થઇ શકે છે કે પાકિસ્તાન પોતાની તરફથી ભારત સાથેનો વ્યાપાર રોકી પણ દે. એવામાં નુકસાન ભારતને થઇ શકે છે પરંતુ પુલવામાં થયેલ હુમલા પછી એવું લાગે છે કે ભારત આર્થિક નુકસાન સહીને પણ પાકિસ્તાનને છોડવા માટે તૈયાર નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment