પાકિસ્તાનને આ રીતે સબક શીખવાડી શકે છે ભારત, જુઓ આવી છે તાકાત…

29

જમ્મુ કશ્મીરના પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલ આત્મઘાતી હુમલા પછી આખો દેશ આક્રોશમાં છે. લોકો પાકિસ્તાન અને આતંકવાદીઓને સબક શીખવાડવાની માંગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ પણ સેનાને આતંકવાદીઓને પહોચી વળવા માટે મુક્ત હાથ કરી દીધા છે. હવે ભારત પાકિસ્તાનને અને ત્યાં છુપાયેલા આતંકવાદીઓને કેવી રીતે નાબુદ કરી શકે છે. આવો જાણીએ ભારતના વિકલ્પો..

આર્ટીલરી ફાયરીંગ: ભારતના સંરક્ષણ નિષ્ણાત જનરલ બહલના જણાવ્યા મુજબ, ભારત એલઓસીથી પાકિસ્તાનના સૈન્ય અડ્ડાઓને નષ્ટ કરી શકે છે. સીમાથી સરહદ બાજુના પર્વતો પરથી તોપો દ્વારા આર્ટીલરી ફાયરીંગ કરી શકાય છે. જેમાં પર્વતો ઉપરથી તોપો લગાડીને દુશ્મનના ઠેકાણા પર બોમ્બ નાખવામાં આવે છે. તેમાં નિશાનું સટીક હોય છે. આ પ્રકારના હુમલાને પિસ્ટલ ફાઈરિંગ પણ કહે છે.

ભારતે તેનો કારગીલ યુદ્ધ પહેલા જેલમ ઘાટીમાં ઉપયોગ કર્યો હતો. જે ઘણો લાભદાયક સાબિત થયો હતો. તે સમયે પાકિસ્તાનના સૈન્ય અડ્ડા પર સટીક નિશાન લગાડીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. કારગીલમાં વોરમાં પણ આર્ટીલરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી પાકિસ્તાનનો હાલ બેહાલ થઇ ગયો હતો.

ભારત પાસે બીજો વિકલ્પ છે વાયુસેનાની તાકાત. સુખોઈ ૩૦, જગુઆર, મીગ, મિરાજ જેવા લડાકુ વિમાનો દ્વારા પાકિસ્તાનના સૈન્ય અને આતંકી અડ્ડાઓનો નાશ કરી શકે છે.

સંરક્ષણ નિષ્ણાતોનું માનીએ તો ભારત પાસે સ્લાર રડાર ફેસેલીટી છે. એના દ્વારા ભારત ટારગેટને પહોચી શકે છે અને સીમામાં રહીને પણ લડાકુ જહાજો દ્વારા તેનો નાશ કરી શકે છે.

પાકિસ્તાનને સબક શીખવાડવા માટે ભારતની પાસે સર્જીકલ સ્ટ્રાઈકનો પણ વિકલ્પ છે. ઉરી હુમલા પછી ભારતે જેવી રીતે પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકીના ઠેકાણાનો નાશ કર્યો હતો તેવી જ રીતે ભારત બીજી સર્જીકલ સ્ટ્રાઈક કરી શકે છે.

તેના સિવાય ભારત દુનિયાભરમાં કુટનીતિની રીતથી પાકિસ્તાનને અલગ-થલગ કરી શકે છે. આ હુમલા પછી લગભગ ૫૦ દેશ ભારતની સાથે ઉભા રહ્યા છે. ભારત પહેલા જ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાકિસ્તાન પાસેથી પાછો લઇ ચુક્યો છે અને સેનાને આતંકવાદીઓને પહોચી વળવા માટે ચોખ્ખી છૂટ આપી દીધી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment