આઈલેન્ડ પર મર્દોને જવાની છે મનાઈ, ફક્ત મહિલાઓ ને જ મળશે એન્ટ્રી, જાણો કારણ છે બહુ જ રસપ્રદ…

87

શું તમે કોઈ એવી જગ્યા વિશે સાંભળ્યું છે, જ્યાં ફક્ત અને ફક્ત મહિલાઓ જઈ શકે છે. નહિ ને, પણ અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં મર્દોનું આવવું પ્રતિબંધિત છે. આ જગ્યા પર ફક્ત અને ફક્ત મહિલાઓને જ એન્ટ્રી મળશે.

આ જગ્યાનું નામ છે સુપરશી આઈલેન્ડ, જે ફિનલેન્ડના બાલ્ટિક સી ની પાસે છે. આ આઈસલેન્ડને આ જ વર્ષે ખોલવામાં આવશે. 8.47 એકડમાં ફેલાયેલા આ આઈસલેન્ડને અમેરિકાના એક કારોબારી મહિલા ક્રિસ્ટીના રોથે ખરીદ્યું છે.

હકીકતમાં, ક્રિસ્ટીના રોથ એક એવી જગ્યાના તપાસમાં હતી, જ્યાં મહિલાઓ આરામથી રજાઓ માંણી શકે. તેને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે. તેનું જણાવવાનું કે આઈલેન્ડમાં મહિલાઓને ફિટનેસ, ન્યુટ્રીશન અને તે બધી વસ્તુઓ મળશે, જે તેને રોજ ભાગદોડથી ભરેલી જિંદગીમાં મળી શકતું નથી.

સુપરશી આઈલેન્ડમાં એક રીપોર્ટ છે, જેણે બનાવવાનું કામ આજે પણ ચાલી રહ્યું છે. આ રિસોર્ટમાં 4 કેબીન હશે અને આ કેબીનમાં આરામથી 10 મહિલાઓ રહી શકશે. રિસોર્ટમાં સ્પા, સ્પેશિયલ બાથ સહીત ઘણી અન્ય સુવિધાઓ પણ મળશે. બધી કેબીનો પૂરી રીતે સ્વાસ્થ્ય પર ફોકસ કરીને બનાવવામાં આવી રહ્યા છે. તેમાં એક કેબીની કિંમત બે લાખ રૂપિયાથી લઈને ચાર લાખ રૂપિયા સુધીની રહેશે, જેમાં મહિલાઓ પાંચ દિવસ સુધી આરામનો સમય વિતાવી શકે છે.

મીડિયા રીપોર્ટસના અનુસાર, આ આઈલેન્ડ પર જવા માટે ટીકીટ બુક કરતા પહેલા મહિલાઓએ તે સ્વીકૃતિ લેવી પડશે. એટલું જ નહિ પરંતુ સૌથી પહેલા સ્કાઈપ દ્વારા ઈન્ટરવ્યું આપવું પડશે.

ન્યુયોર્ક પોસ્ટની ખબર અનુસાર, ક્રિસ્ટીના રોથે જણાવ્યું કે મને પુરુષો સાથે કોઈ પણ પ્રકારની નફરત નથી. આગળ જઈને આ આઈલેન્ડ મરડો માટે પણ ખુલી શકે છે. પણ અત્યારે ફક્ત મહિલાઓ માટે ખોલવામાં આવ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment