ચોકલેટ મેંગો ડીલાઈટ – આ સિઝનમાં બાળકોને બનાવી આપો ઘરનો તાજો અને ખૂબ જ સ્વાદિષ્ટ મેંગો આઈસ્ક્રીમ.

381

ચોકલેટ મેંગો ડીલાઈટ

આ આઇસ્ક્રીમ એક ઝડપી બનતું વર્ઝન છે. બહાર મળતા આઈસ્ક્રીમ બહુ કેલરી અને ભેળસેળ વાળા હોય છે. તો ચાલો આ સિઝન માં બાળકો ને આપો ઘર નો તાજો અને ખૂબ જ સ્વાદિષ્ટ મેંગો આઈસ્ક્રીમ.
આ આઈસ્ક્રીમ મેં ચોકલેટ ના કપ માં પીરસ્યા છે. એટલે બાળકો આ મસ્ત આઈસ્ક્રીમ ખાઈ ને કપ પણ ખાય શકે. બાળકો ને ડબલ મઝા..

તો ચાલો આજે જોઈએ ખૂબ જ સરળ રીતે બનતો મેંગો આઈસ્ક્રીમ અને ચોકલેટ કપ .

સામગ્રી ::

4 પાકી કેરી,

3/4 વાડકો લો ફેટ ક્રીમ,

4 મોટી ચમચી મિલ્ક પાવડર,

3 ચમચી ખાંડ.

રીત :
સૌ પ્રથમ જે વાસણ માં આઈસ્ક્રીમ મુકવો છે , એને ઓછા માં ઓછી 40 મિનિટ માટે ફ્રીઝર માં મુકો.. એ વાસણ એકદમ ચિલ્ડ થઈ જવું જોઈએ. આમ કરવા થી આઈસ્ક્રીમ પ્રોસેસ થોડી ઝડપી થશે.કેરી ને ધોઈ , એની છાલ ઉતારી, નાના કટકા કરો. મિક્સર માં નાના કટકા , ખાંડ , ક્રીમ ભેગું કરી સરસ બ્લેન્ડ કરો.બ્લેન્ડ કરવાથી એકદમ સ્મૂધ થઈ જશે. હવે આ સ્મૂધ મિશ્રણ ને ફ્રીઝર માં મુકેલા વાસણ માં 3 થી 4 કલાક માટે ફ્રીઝર માં મૂકી દો.ત્યરબાદ બધો જામેલો આઈસ્ક્રીમ મિક્સર માં કાઢો અને મિલ્કપાવડર સાથે બ્લેન્ડ કરો. ખૂબ સ્મૂધ બ્લેન્ડ કરો. હવે તમે જોઈ શકશો કે મિશ્રણ ખૂબ જ સ્મૂધ અને fuffy થઈ જશે.હવે આ મિશ્રણ મા કોઈ પણ જાત ના આઈસ કટકા જોવા નહી મળે. સારા આઈસ્ક્રીમ માટે આઈસ ની કણી ના જ બનવી જોઈએ. હવે ફરી આઈસ્ક્રીમ વાળા વાસણ માં કાઢી આખી રાત ફ્રીઝર માં જામવા દો. બીજા દિવસે તૈયાર છે આપણો ઓછી કેલરી વાળો મેંગો આઈસ્ક્રીમ…

હવે બનાવીએ ચોકલેટ કપ. આ કપ બનાવવા માં ખૂબ જ સરળ છે. જેટલા સરળ એટલા જ સ્વાદિષ્ટ.. અરે, ચોકલેટ કોને ના ભાવે !!

સામગ્રી ::
3/4 વાડકો ડાર્ક ચોકલેટ ચિપ્સ / બાર

રીત ::

જો ચોકલેટ બાર વાપરતા હોઈએ તો છરી થી છીણી લેવી.ગેસ પર એક વાસણ માં થોડું પાણી લો. એને ઉકાળવા દો. બીજા બાઉલ માં , છીણેલી ચોકલેટ લો અને આ બાઉલ પાણી વાળા બાઉલ ની ઉપર મૂકી દો. પાણી આ ઉપર વાળા બાઉલ ને નીચે અડવું ના જોઈએ.એકદમ ધીમી આંચ પર રાખવું . હલાવતા રહેવું. ચોકલેટ ઓગળે એટલે ગેસ બંધ કરી દો.
એક ચમચી આ ગરમ ઓગળેલી ચોકલેટ , જે શેપ નો કપ કરવો હોય એ શેપ ના કપ માં ચોકલેટ સાઈડ થી રેડો. ઉપર થી નીચે ની તરફ ચોકલેટ રેડો …રેડતી વખતે ધ્યાન રાખવું કે કોઈ ગેપ ના રહી જાય. કપ નો દરેક ખૂણો સરસ કવર થઈ જાય. ત્યારબાદ ઓછા માં ઓછી 20 મિનિટ માટે ફ્રીઝર માં મુકો .પીરસતી વખતે આ ચોકલેટ વાળા કપ ને ઊંધો કરો અને પ્લેટફોર્મ કે પાટલા પર 2 કે 3 વાર ઠપકારો. ચોકલેટ ના કપ સરળતા થી બહાર આવી જશે.બસ , હવે પીરસિયે.. આ તૈયાર ચોકલેટ કપ માં 1 સ્કુપ આઈસ્ક્રીમ ભરો.. સાઈડ પર કેરી ના નાનાં કટકા ગોઠવો અમે વચ્ચે ચોકકેટ ચિપ્સ. તરત પીરસો..

આશા છે આપને પણ પસંદ આવશે..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment