“હોલિકા દહન 2019” હોળીકાની ભસ્મને શુભ શા માટે માનવામાં આવે છે ??? જાણો રસપ્રદ માહિતી…

29

આજે હોલિકા દહન, મુહુર્ત રાત્રે 9 વાગ્યા પછી

હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન હોય છે. હોળીની તૈયારી હોડીના ઘણા દિવસો પહેલા જ થવા લાગે છે. હોળીકા વિશે માન્યતા છે કે હિરણ્યકશિપુ પોતાના પુત્ર પ્રહલાદની વિષ્ણુ ભક્તિથી નારાજ થઈને બહેન હોળીકાને પ્રહલાદને ખત્મ કરવાનો આદેશ આપ્યો. હોલિકા પાસે એ શક્તિ હતી કે આગથી તેને કોઈ પણ પ્રકારનું નુકશાન ન હતું. ભાઈના આદેશનું પાલન કરતા હોલિકા પ્રહલાદને ગોદમાં લઈને ચિતામાં બેસી ગઈ. પણ વિષ્ણુ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઇ હતી જેની શક્તિથી હોલિકા આગમાં સ્વયં ભસ્મ થઇ ગઈ અને પ્રહલાદ સકુશળ બચી ગયા હતા.

હોળીકા દહન બુરાઈ પર સચ્ચાઈનું પ્રતિક છે. હોળીકા દહન બાદ લોકો તેની ભસ્મને તેના ઘરે લઇ જાય છે. માન્યતાના અનુસાર ભસ્મને ઘર પર લઇ આવવાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે.

હોળીની ભસ્મને ઘરની ચારે તરફ અને દરવાજા પર છાંટો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ નો ઘરમાં પ્રવેશ હોતો નથી. માનવામાં આવે છે આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.

હોલિકા દહનની રાત ઘરના બધા સદસ્યોએ સરસોનું ઉબટન બનાવીને આખા શરીર પર માલીસ કરવું જોઈએ. તેનાથી જે કઈ પણ મેલ નીકળે તેને હોલીકાગ્નીમાં નાખી દો. આવું કરવાથી જાદુ ટોનાની અસર સમાપ્ત થાય છે અને શરીર સ્વાસ્થ્ય રહે છે.

હોલિકા દહનનું શુભ મુહુર્ત

હોલિકા દહન ક્યારેય પણ ભદ્ર કાળમાં કરવામાં નથી આવતું. આ વખતે ભદ્ર કાળનો સમય 20 માર્ચે સવારે 10 વાગીને 45 મીનીટે શરુ થઈને રાત્રે 9 વાગ્યા સુધી રહેશે એટલા માટે હોલિકા દહન રાત્રે 9 વાગ્યા પછી જ કરવામાં આવશે.

હોલિકા દહનનું કાર્ય રાત્રે 9 વાગ્યાથી શરુ થઇ જશે અને અડધી 12 વાગ્યા સુધી ચાલશે. હોડીના આગળના દિવસે દુલ્હંડીનો પર્વ માતંગ યોગમાં મનાવવામાં આવશે. બંને દિવસે ક્રમશઃ પૂર્વા ફગુની અને ઉતરા ફાગુની નક્ષત્ર પડી રહ્યા છે. સ્થિર યોગમાં આવવાના કારણે હોળીનો શુભ પર્વ મનાવવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment