હિમાલયમાં જોવા મળ્યો “હિમમાનવ” ! જાણો કોણ છે અને શું છે તેનો રહસ્યમય ઈતિહાસ ?…

22

ભારતીય સેનાએ હિમાલયમાં હિમમાનવ ‘યતી’ ની હાજરીનો દાવો કર્યો છે. આ પહેલીવાર છે જયારે ભારતીય સેનાએ પુરાવાની સાથે ‘યતી’ ની હાજરીનો દાવો કર્યો છે. હાલમાં ભારતીય સેનાએ પોતાની અધિકારીક ટ્વીટર હેન્ડલ પર અમુક ફોટાઓ રજુ કર્યા છે, જેમાં બરફની નીચે મોટા મોટા પગના નિશાન જોય શકાય છે. આ નિશાનોને હિમમાનવ ‘યતી’ ના માનવામાં આવે છે.

સેનાની તરફથી જાહેર કરવામાં આવેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું છે, ‘પહેલીવાર ભારતીય સેનાના પર્વતારોહણ ટીમે ૯ એપ્રિલ ૨૦૧૯ એ મકાલુ બેસ કેમ્પની નજીક ૩૨X૧૫ ઇંચવાળા હિમમાનવ ‘યતી’ ના રહસ્યમય પગના નિશાનો જોયા છે. આ માયાવી હિમમાનવ તેની પહેલા માત્ર મકાલુ બરુન નેશનલ પાર્કમાં જોવા મળ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે યતીનું રહસ્ય લગભગ ૯૦૦ વર્ષ જુનું છે. યતીનો આકાર, શરીરને લઈને ઘણી સ્ટોરીઓ છે, પરંતુ આ હકીકતમાં કોઈને પણ ખબર નથી કે તે છે કે નહી. લદ્દાખમાં અમુક બુદ્ધ મઠોનું હિમમાનવ યતીને જોવાના દાવા કર્યા હતા. તેના સિવાય નેપાળ અને તિબ્બતના હિમાલયમાં તેને જોવાના દાવા કરવામાં આવ્યા હતા. યતી વિશે કહેવામાં આવે છે કે તે વિશાળ વાંદરા જેવો હોય છે, જેના આખા શરીરમાં વાલ હોય છે અને જે વાંદરા જેવો દેખાય છે પરંતુ તે માણસની જેમ બે પગથી ચાલી શકે છે. યતી વિશે કહેવામાં આવે છે કે તે હિમાલયની ગુફાઓમાં રહે છે.

યતીની વાર્તાઓ ૩૨૬ બીસીમાં પણ મળી આવી છે, જયારે સિકંદર ભારતને જીતવા આવી પહોચ્યો હતો, તેણે યતીને જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કેમ કે તેણે યતીની સ્ટોરી સાંભળી હતી. છતાં પણ, તેને યતી જોવા ન મળ્યો. અમુક રીસર્ચ યતીને પોલર બીયરની પ્રજાતિ સાથે જોડે છે, જે લગભગ ૪૦ હજાર વર્ષ જૂની હોવાનું જણવામાં આવે છે. જયારે અમુકનું માનવું છે કે લુ ની જ એક પ્રજાતિ છે, જે હિમાલય રેંજમાં જોવા મળે છે. આ રીતે બીજી ઘણી થીયરી છે, પરંતુ કોઈ પણ થીયરી પણ વૈજ્ઞાનિકોનું અભિપ્રાય નથી.

સૌથી પહેલા હિમમાનવ વિશે જાણકારી ત્યારે મળી જયારે ૧૮૩૨ માં બંગાળની એશિયાટીક સોસાયટીના જર્નલમાં એક પર્વતારોહી બીએચ હોજશને યતી વિશે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે જયારે તે હિમાલયમાં ટ્રેકિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના ગાઈડે એક વિશાળકાય પ્રાણીને જોયું. જે માણસની જેમ બે પગ પર ચાલતો હતો. જેના આખા શરીર પર વાળ હતા. પરંતુ પર્વતારોહી બીએચ હોજશન પોતે પણ એ પ્રાણીને જોયું ન હતું. પરંતુ તેમણે આ ઘટનાનું ઉલ્લેખ કરતા તે પ્રાણીને યતીનું નામ આપી દીધું. આ રીતે ઘણા પુરાવા સામે આવ્યા છે.

યતી હિમાલય સભ્યતા જેવું છે. પરંતુ યતિના હોવાનો દાવો ત્યારે પાકો થાય છે, જયારે એક બ્રિટીશ ફોટોગ્રાફર એરિક શીપ્ટને તેને જોવાનો દાવો કર્યો. હકીકતમાં, જયારે ૧૯૫૧ માં બ્રિટીશ સંશોધક શીપ્ટન માઉન્ટ એવરેસ્ટ પર જવા માટેના પ્રખ્યાત રસ્તાથી અલગ રસ્તાની શોધ કરી રહ્યા હતા તો તેમણે મોટા મોટા પગના નિશાનો જોયા. તેમણે આ નિશાનોના ફોટા પાડી લીધા અને અહીથી શરુ થઇ આધુનિક યુગમાં યતીના રહસ્યની ચર્ચા.

એરિકે આ ફોટો પશ્ચિમી એવરેસ્ટના મેન લોંગ ગ્લેશિયર પરથી પાડ્યા હતા. પગના આ નિશાન લગભગ ૧૩ ઇંચ લાંબા હતા અને અત્યાર સુધીમાં હિમાલય પર લેવામાં આવેલા ફોટાઓમાં સૌથી રોચક ફોટાઓમાં તેનો સમાવેશ કરવામાં આવે છે (છતાં પણ અત્યારે ભારતીય સેનાએ જે પગના નિશાન જોયા છે તે આનાથી ઘણા મોટા છે). તેના પછી તે સમયનો એટલો મોટો મુદ્દો બન્યો કે નેપાળની સરકારે યતીની સોશ માટે ૧૯૫૦ ના દશકામાં લાયસન્સ બહાર પડ્યા. સીધી વાત છે કે, એક પણ યતી શોધી નથી શકાયો.

જેના પછી ઘણા લોકો માનવા લાગ્યા કે આ કોઈ સામાન્ય કાળું ભાલુ હશે પરંતુ પગના નિશાન જોઇને ઘણા લોકો તેને યતી જ માનતા રહ્યા. તેના પછી યતીને જોયા હોવાની ઘણી બાબત સામે આવી અને ઘણા શોધકો અને શેરપાઓએ પગના નિશાના વિશેના દાવા કર્યા પરંતુ કોઈ પણ પુરાવા સાબિત ન કરી શક્યા. એક હિમાલયમાં શોધ કરનાર બ્રાયન બાર્નેએ ૧૯૫૯ માં અરુણ ઘાટીમાં યતીના પગના નિશાન જોયા, જેના પછી એક ઈટલીના પર્વતારોહી રૈનોલ્ડ મેસનરે તો આ પણ દાવો કર્યો કે તેમણે યતીને જોયો છે.

જેમ આગળ કહેવામાં આવ્યું યતી હિમાલયની સંસ્કૃતિનો ભાગ છે. તમે યતીના નામ પરથી હિમાલયની આજુબાજુના વિસ્તારમાં ઘણી વસ્તુ વેચાતી જોય શકો છો. ત્યા તમને યાક અને યતી નામની હોટલો જોવા મળશે, યતી એરલાઈન્સ નેપાળની સારામાં સારી એરલાઈન્સમાંથી એક છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment