હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા જોવાની એક વધુ તક, જાણો વધુ માહિતી…

12

જો તમે ગયા અઠવાડિયે હિમાચલ પ્રદેશના પહાડોમાં બરફવર્ષાની મજા કરવાનું ચુકી ગયા, તો એક હજુ તક છે. મોસમ વિભાગના નિર્દેશક મનમોહનસિંહએ જણાવ્યું, “શિમલા, નારકંડા, કુફરી, કલ્પ, ડલહૌજી અને મનાલી જેવા મોટાભાગના પ્રવાસન શહેરોમાં ઓછાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

એમણે કહ્યું, “રાજ્યમાં પશ્ચિમી ખલેલની વધારે અસર જોવા મળશે જેના પ્રભાવથી શિમલા, કિન્નૌર, સિરમૌર, કુલ્લૂ, ચંબા અને લાહૌલ સ્પિતિ જીલ્લાઓમાં ભારે બરફવર્ષાની સંભાવના છે.”

રાજ્યના નીચલા વિસ્તારો જેમકે ધર્મશાળા, પાલમપુર, સોલન, નાહન, વિલાસપુર, ઉના, હમીરપુર અને મંડીમાં વરસાદની સંભાવના છે, જેનાથી તાપમાનમાં ઘટાડો આવશે.

શિમલા, નારકંડા, કુફરી, કલ્પા, ડલહૌજી અને મનાલી જેવા માતાભાગના મુખ્ય પ્રવાસન શહેરોમાં બરફવર્ષા થઇ શકે છે.

શિમલાનું બુધવારે તાપમાન ન્યૂનતમ તાપમાન ૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જો કે કલ્પામાં શૂન્યથી ૭ ડિગ્રી ઓછું, મનાલીમાં શૂન્યથી ચાર ડિગ્રી નીચે, ડલહૌજીમાં ૨.૯ ડિગ્રી, કુફરીમાં ૦.૭ ડિગ્રી અને ધર્મશાળામાં ૨.૨ ડિગ્રી નોંધવામાં આવ્યું.

કલ્પામાં મંગળવારથી ૩.૮ સેન્ટીમીટર બરફવર્ષા નોંધાય ચુકી છે.

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે બરફવર્ષાને પહોંચી વળવા તે સંપૂર્ણપણે તૈયાર છે.

નિવાસીઓ અને પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે કે એ ઊંચા પહાડો પર ન જાય કેમકે જમીની રસ્તાઓ પર અવરોધ્ધ થવાની ઘણી સંભાવના છે.

એક સરકારી અધિકારીએ આઈએએનએસને જણાવ્યું કે રાજ્યના દુરના વિસ્તારોમાં લોકોને જરૂરી વસ્તુઓની પૂર્તિ અને પરિવહનમાં સમસ્યા આવી શકે છે.

શિમલાની બાજુના વિસ્તારો જેવા કે કુફરી અને નારકંડા અને લોકપ્રિય પ્રવાસી રિસોર્ટ મનાલી અને ડલહૌજી હજીપણ બરફની મોટા પડમાં લપેટાયેલા છે.

શિમલાના નાયબ કમિશનર અમિત કશ્યપે પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ શિમલાથી આગળ કુફરી તરફ પોતાના વાહનોથી સફર કરવાનું ટાળવા કહ્યું છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment