મદદ કરવા માટે 10 કિલોમીટર બોરી લઈને પોહચી આ 71 વર્ષની મહિલા, અરબપતીએ કહ્યું જ્યાં કહો ત્યાં ઘર બનાવી આપું…

37

પ્લેકેડેસ ડીલન લગભગ ૧૦ કિમી પગપાળા ચાલીને ચક્રવાત પીડિતો માટે કપડા અને સામાન લઈને ગઈ હતી. ટેલીકોમ એગ્જીક્યુટીવ સ્ટ્રાઈવ મસીયીવાએ ફેસબુક પોસ્ટમાં તેમને દર મહિને ૧૦૦૦ ડોલર આપવાનું પણ જાહેર કર્યું છે.

હાલમાં જ જિમ્બાબ્વે અને મોજામ્બીકમાં ઈદાઈ તુફાને સેકડો લોકોના જીવ લીધા હતા. ઘણા લોકો બેઘર થઇ ગયા. દુનિયાભરની સરકારો અને ગૈર સરકારી સંગઠનોએ લોકોની મદદ કરી. આ દરમિયાન જિમ્બાબ્વેમાં એક ૭૧ વર્ષની ઉંમરલાયક પ્લેકેડેસ ડીલન માથા પર બોરી રાખીને લગભગ ૧૦ કિમી પગપાળા ચાલીને ચક્રવાત પીડિતોની મદદ કરવા પહોચી ગઈ. ડીલનની બોરીમાં કપડા અને ખાવાપીવાના સામાન હતો. તેમના માથા પર રાખેલી બોરીવાળો ફોટો ચર્ચાનો વિષય બની ગયો, તેમના માટે ત્યાં ઘર બનાવવામાં આવશે.

આવી દયા ક્યાંય નહિ જોય હોય

મસીયીવાએ એ પણ કહ્યું કે લોકોની માટે જેટલા પણ દયા દેખાડનારા મામલા મેં જોયા છે, આ તેમાંથી સૌથી અલગ છે. માથા પર બોરી રાખેલી ડીલન હરારેના પ્રેસબાઈટેરિયન ચર્ચ પહોચી હતી. અહિયાં ઘણા વોલંટીયર્સ ઈદાઈના પીડિતોની મદદ માટે સામાન ભેગો કરી રહ્યા હતા.

ચર્ચ દ્વારા માથા પર બોરી રાખેલી ડીલનનો ફોટો જાહેર કરવામાં આવ્યો. ૧૦ કિમી દુરથી તે પગપાળા એટલે આવીતી કેમ કે તેમની પાસે ગાડીથી આવવાના પૈસા ન હતા.

ડીલનના મદદના આ ભાવની જિમ્બાબ્વેમાં ઘણી પ્રશંસા થઇ છે. મસીયીવા એક ટેલીકોમ એગ્જીક્યુટીવ છે. તેમણે પોતાના ફેસબુક પોસ્ટમાં ડીલનને તાઉમ્ર એક હજાર ડોલર (લગભગ ૭૦ હજાર રૂપિયા) મહિને દેવાનું જાહેર કરવામાં આવ્યું છે.

મસીયીવાના મુજબ- ડીલનની જયારે ફોટો સામે આવી તો મેં તેમની શોધ કરી. મેં તેમને કહ્યું કે જો સંભવ હોય તો મને આવીને મળે. સૌથી પહેલા તો હું તેમના માટે પ્રાથના કરીશ. તે દેશમાં જ્યાં ચાહે ત્યાં હું તેમને ઘર બનાવી આપીશ. ઘરમાં સૌર ઉર્જા અને પાણીની પુરતી વ્યવસ્થા હશે.

ડીલને જણાવ્યું- મેં રેડિયો પર તુફાન પીડિતોની મદદ કરવા માટેની અપીલ સાંભળી. મેં થોડા દિવસો પહેલા જ સામાન ખરીદ્યો હતો. તેને બોરીમાં પેક કર્યો અને બીજા દિવસે જ તેને પહોચાડવા માટે નીકળી પડી.

મસીયીવાની કંપનીએ પણ હટીને મદદ કરી. સ્થાનીય અને આતંરાષ્ટ્રીય સ્તર પર લોકોની મદદ કરવા માટે કંપની ઓળખાય છે. તે કહે છે જે લોકો કોઈની મુશ્કેલીમાં મદદ માટે આગળ આવે છે, હું તેમનું સમ્માન કરું છું. તે જોવામાં નથી આવતું કે તમે કેટલી મદદ કરી. બીજાની મદદ કરશો તો ઈશ્વર તમારી મદદ કરશે.

ઈદાઈ તુફાનના કારણે જિમ્બાબ્વે, મલાવી અને મોજામ્બીકમાં ઘણું નુકશાન થયું હતું. દુનિયાભરના દેશો અને મદદ સમૂહોએ સહાય મોકલી. એક અંદાજ મુજબ- તૂફાનમાં ૭૫૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા. બીરા શહેર ૯૦% નષ્ટ થઇ ગયું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment