હવે વપરાશ કર્તાના બેંક ખાતામાં સીધી આવશે વીજળી સબસીડી, જાણો આ માહિતી…

112

કેન્દ્ર સરકારની ઘોષિત નવી વીજળી ટેરીફ નીતિમાં કરવામાં આવેલા નવા પ્રાવધાનોના અનુસાર હવે વીજળી સબસીડી સીધી વપરાશકર્તાના બેંક ખાતામાં જ જશે. એટલું જ નહિ સરકાર હવે અઘોષિત વીજળી કટોતી કરનારી કંપનીઓ પર જુર્માનો પણ લગાવશે.

આ કાયદાને કેન્દ્ર સરકારની શક્તિ મંત્રાલય (મીનીસ્ટ્રી ઓફ પાવર) એ તૈયાર કર્યું છે. જેણે ઓગસ્ટ મહીનાથી લાગુ કરવામાં આવશે. આ કાયદામાં કરવામાં આવેલા પ્રાવધાનોના કારણે વીજળી ચોરી રોકવામાં મદદ મળશે અને ઉપભોક્તાઓને અઘોષિત વીજળી ઉણપનો સામનો નહિ કરવો પડે.

ઉપભોક્તાઓને નહિ અપાવું પડે ચોરી થયેલું વીજળીનું બિલ

આ ઉપભોક્તાથી કંપનીઓ ઉપયોગ કરવામાં આવેલી વીજળીની માત્રાથી વધારેનું બિલ નહી વસુલી શકશે. અત્યાર સુધી ટ્રાન્સમીશન અને ડીસ્ટ્રીબ્યુશન દરમિયાન થયેલા વીજળી હણીને પણ ઉપભોક્તાઓના ખાતામાં જોડી નાખ્યા હતા. કંપનીઓ હવે ફક્ત તેટલી જ વીજળી જોડી શકશે, જેટલી આપૂર્તિ કરવામાં આવી છે.

બધાના ઘરોમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર

નવી ટેરીફ નીતિના પ્રવ્ધાનો અનુસાર આગલા ત્રણ વર્ષમાં દરેક ઘરમાં વીજળી કનેક્શન અને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. ગ્રાહકોને સહેલા હપ્તાઓ પર સ્માર્ટ મીટર ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment