હવે ટોકીઝમાં આ કામ કરતાં પકડશો તો થશે ૧૦ લાખનો દંડ અને ૩ વર્ષની જેલ…

41

ફિલ્મોની પાયરેસી રોકવા માટે સરકારે સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨માં બદલાવને મંજૂરી આપી દીધી છે. આ ફેરફાર પછી જો કોઈપણ વ્યક્તિ સિનેમાઘરોમાં ફિલ્મોનું રેકોર્ડિંગ કરતા પકડાશે તો તેના પર ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. આ ઉપરાંત આરોપીને 3 વર્ષ સુધી જેલ પણ થઇ શકે છે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારનાં રોજ કેબિનેટનાં આ નિર્ણયની જાણકારી આપી હતી. ફિલ્મની પાયરેસને રોકવા માટે જ સરકારે સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨ને મંજૂરી આપી છે.

છેલ્લા ઘણા વર્ષોથી પાયરેટેડ વેબસાઇટ ઘણી ફિલ્મોને ગેરકાયદેસર રીતે ઇન્ટરનેટ પર નાખતી હતી. જેના કારણે ફિલ્મનાં કલેક્શનમાં ખુબજ અસર થાય છે. હવે સિનેમેટોગ્રાફી એક્ટ ૧૯૫૨ છે એમાં  નવી કલમ જોડવામાં આવી રહી છે. જેના પછી કોઇપણ ફિલ્મ પ્રોડ્યુસર અથવા કંપની વિના રેકોર્ડ કરી એ ગુનો ગણવામાં આવશે. જો કોઈ આવું કરશે તો તેને ૧૦ લાખ રૂપિયાનો દંડ અથવા ૩ વર્ષની સજા કરવામાં આવશે.

સરકારનાં આ પ્રશંસનીય પગલાને  પ્રોડ્યૂસર્સ ગિલ્ડે સ્વાગત કર્યું છે. પ્રોડ્યૂસર ગિલ્ડે લખ્યું, ‘એસોસિએશન ખરા દિલથી સરકારનાં આ પગલાનું સ્વાગત કરે છે. સરકારનું આ પગલું પીએમ નરેન્દ્ર મોદીનાં એ વચનને પૂર્ણ કરે છે જે તેમણે ૧૯ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ સિનેમા મ્યૂઝિયમનાં ઉદ્ઘાટન દરમિયાન કર્યું હતુ. માહિતી છે કે, છેલ્લા હમણાંના દિવસોમાં રીલીઝ થયેલ ફિલ્મો તે જ દિવસે લીક થઇ ગઈ હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment