હવે તમે પણ બનાવો “ડ્રાઈ પનીર મંચુરિયન” અમારી આ રેસીપી જોઇને…

57

ડ્રાઈ પનીર મંચુરિયન ભારતીય અને ચાઇનીઝ આઈટમ ખાવાના શોખીનો માટે ખોરાકનું મસ્ત અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ રેસીપી કોબી મંચુરિયન જેવી જ છે. બસ, ફર્ક એટલો જ છે કે ડ્રાઈ પનીર મંચુરિયનમાં ફ્લાવર કોબીને બદલે પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાઈ પનીર મંચુરિયન બનાવવાનું ખુબજ સરળ છે. અને તેને પાર્ટી કે વગેરે અવસર પર મહેમાનોને પીરસવામાં પણ આવે છે. તો ચાલો આજે અમે તમને ડ્રાઈ પનીર મંચુરિયન રેસીપી તમારી જાતે જ ઘરે બનાવવાની આસાન રીત જણાવીએ.

ડ્રાઈ પનીર મંચુરિયન રેસીપી બનાવવાની પૂર્વ તૈયારીનો સમય લગભગ 10 મિનીટ. ડ્રાઈ પનીર મંચુરિયન રેસીપીને પકાવવાનો સમય 35 મિનીટ અને કેટલી વ્યક્તિઓ માટે 4

ડ્રાઈ પનીર મંચુરિયન રેસીપી બનાવવાની સામગ્રી

250 ગ્રામ પનીર, 2 ટેબલ સ્પૂન મેંદો, 4 ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર, ½ ટી સ્પૂન લસણની પેસ્ટ, ½ ટી સ્પૂન આદુની પેસ્ટ, ¼ કપ પાણી, જરૂરીયાત પ્રમાણે તેલ અને સ્વાદ અનુસાર મીઠું.

ગોળીઓ બનાવવા માટેની સામગ્રી

½ ટી સ્પૂન લસણની પેસ્ટ, ½ ટી સ્પૂન આદુની પેસ્ટ, ¼ કપ બારીક સમારેલી સીમલા મર્ચી, 1 નંગ નાની સાઈઝની બારીક સમારેલી ડુંગળી, 1 બારીક સમારેલું લીલું મરચું, 2 ટેબલ સ્પૂન બારીક સમારેલું લીલી ડુંગળી (સ્પ્રિંગ ઓનિયન), 2 ટેબલ સ્પૂન તેલ, 1 ટેબલ સ્પૂન સોયા સોસ, ½ ટેબલ સ્પૂન ચીલી સોસ, 2 ટેબલ સ્પૂન ટમેટા કેચપ અને સ્વાદ અનુસાર મીઠું.

ડ્રાઈ પનીર મંચુરિયન બનાવવાની રીત

સૌપ્રથમ પનીરને ચોરસ ટુકડામાં કાપી લો. પછી એક બાઉલમાં મેંદો, કોર્ન ફ્લોર, મીઠું, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, અને ¼ કપ પાણી લઇ તેને સારી રીતે હલાવીને મિક્સ કરીને સ્લેરી જેવું ઘટ્ટ બનાવવું

હવે પનીરના ચોરસ ટુકડાઓને આસ્લેરી જેવા ઘટ્ટ બનાવેલ સામગ્રીમાં ડુબાડીને તેને 20 મિનીટ સુધી મેરીનેટ થવા માટે એમજ રહેવા દયો

હવે એક કઢાઈમાં તેલ લઇ તેને ગેસ પર મૂકી મધ્યમ તાપ પર ગરમ કરો

તેલ ગરમ થઇ જાય પછી તેમાં મેરીનેટ કરેલા પનીરના ટુકડાને નાખી પનીરના ટુકડા સોનેરી રંગના થાય ત્યાં સુધી તળો એક થાળીમાં કિચન પેપરને પાથરી તેમાં પનીરના ટુકડાને તેલમાંથી કાઢીને મુકો

ગોળીઓ બનાવવા માટેની રીત

એક પહોળા મોઢાનું અને પાતળા તળિયાવાળું વાસણ લઇ તેમાં 2 ટેબલ સ્પૂન તેલ લઇ તેને ગેસ પર મૂકી મધ્યમ તાપ પર ગરમ કરો

તેલ ગરમ થવા આવે ત્યારે તેમાં આદુની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખી તેને 30 સેકંડ સુધી પકાઓ

પછી તેમાં બારીક સમારેલું લીલું મરચું, બારીક સમારેલુ સીમલા મરચું અને બારીક સમારેલી ડુંગળીને નાખી તેને 2 થી 3 મિનીટ સુધી પકાઓ

પછી તેમાં સોયા સોસ, ટમેટા કેચપ, ચીલી સોસ અને સ્વાદ અનુસાર મીઠું નાખો. ત્યારબાદ તેમાં થાળીમાં કાઢેલ પનીરના ટુકડા અને બારીક સમારેલ લીલી ડુંગળી નાખીને તેને સારી રીતે હલાવીને મિક્સ કરો

આ પહોળા મોઢાના અને પાતળા તળિયાવાળા વાસણમાં પનીરને અનેકવાર ઊછાળી ઉછાળીનેમિશ્રણ કરો.અને તેને 1 થી 2 મિનીટ સુધી ગેસના ફૂલ તાપ પર પકાઓ

તમારું ડ્રાઈ પનીર મંચુરિયન તૈયાર છે. જરૂર લાગે તો તેના પર લીલી ડુંગળીના નાના નાના ટુકડા કરી તેના પર મુકો

ડ્રાઈ પનીર મંચુરિયનનો સ્વાદ 

સોયા સોસ, આદુ અને લસણના સ્વાદવાળી મસાલેદાર વાનગી.

સૂચના અને વિવિધતા

૧) ચીલી સોસ અને સોયા સોસ કોઇપણ મંચુરિયન રેસીપીની મુખ્ય સામગ્રી છે. તમારા સ્વાદ અનુસાર તમે આ બંને સોસની માત્રને ઓછી કે વધારે લઇ શકો છો.

૨) મેંદો, કોર્ન ફ્લોર, મીઠું, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, અને ¼ કપ પાણી નાખી તેને સારી રીતે હલાવીને મિક્સ કરીને સ્લેરી જેવું ઘટ્ટ તૈયાર કરેલ ઘોળ ન તો વધારે ઘટ્ટ થવું જોઈએ કે ન તો વધારે પાતળું થવું જોઈએ. પાતળું ઘોળ પનીરને સારી રીતે ઢાંકી નહિ શકે અને વધારે ઘટ્ટ ઘોળમાં પનીર સારી રીતે ડૂબશે નહિ જેથી પનીર કરકરું બનશે નહિ.

૩) જો તમે એવી જગ્યાએ રહેતા હો કે જ્યાં પનીર ઉપલબ્ધન હોય કે મળતું ન હોય તમે ઘરે જાતે જ પનીર બનાવી શકો છો.

૪) ઘરે પનીર બનાવવા માટે દુધમાં જરૂરીયાત પ્રમાણે લીંબુનો રસ નાખી દુધને ફાડી સુતરાઉ કપડાથી ગાળીને પાણી ગાળી લેવું. સુતરાઉ કપડામાં જે બચે છે તે પનીર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment