હવે તમે પણ બનાવો આવી સ્વાદિષ્ટ રાજસ્થાની કઢી, અમારી આ રેસીપી જોઇને…

35

રાજસ્થાનની મશહુર ડીશમાં મારવાડી કઢીનું નામ પણ સામેલ છે. આ કઢીને તમે ઘરે પણ બનાવી શકો છો. ઓછા સમયમાં. આ કઢી ખુબજ સ્વાદિષ્ટ બને છે. આને તમે બાફેલા ચોખા અને રોટલીની સાથે ખાઈ શકો છો. જો તમે તમારા ઘરમાં કોઈ નાની પાર્ટી  રાખો છો અથવા કોઈને ડીનર અને લંચ પર બોલાવો છો તો તમે આને બનાવી શકો છો.

સામગ્રી

૧/૨ કપ ઘાટું દહીં, ૧/૪ ટી સ્પૂન સરસો, ૨ અથવા ૩ લાલ મિર્ચ, મીઠું સ્વાદઅનુસાર, એક ચપટી હીંગ, ૧ તમાલપત્ર, ૧/૨ લાલ મિર્ચ પાવડર, ૧ ચમચી ઘી અથવા રીફાઇન તેલ, ૧ કપ પાણી, ૩/૪ ટેબલ સ્પૂન બેસન

બનાવવાની રીત

એક કટોરામાં પાણી, દહીં, અને બેસનને મેળવીને બાંધી લો. સતત હલાવતા રહો જ્યાં સુધી પૂરી રીતે ભળી ન જાય અને તેમાં એક પણ નાની ગાંઠ રહી ન જાય. જયારે મિશ્રણ સારી રીતે તૈયાર થઇ જાય તો તેમાં મીઠું અને હળદર મેળવી લો અને ગરણીથી ગાળી લો.

હવે આ મિશ્રણને ધીમા તાપ પર રાખીને પકાવતા રહો, જ્યાં સુધી તે સારી રીતે બફાઈ ન જાય. બફાઈ ગયાના થોડા સમય પછી તાપ પરથી ઉતારીને રાખી દો.

હવે એક કડાઈને ગેસ પર રાખો અને તેમાં ઘી નાખીને તેને ગરમ કરો, ઘી ગરમ થયા પછી તેમાં તમાલપત્ર, સરસોનું તેલ અને લાલ મિર્ચ પાવડર નાખીને વઘાર મારો પછી તેમાં દહીં અને બેસનના રાબડાને ભેગું કરી સારી રીતે મિક્સ કરી લો, ત્યાર પછી તેને એક મિનીટ સુધી પકાવો અને પછી ગેસ બંધ કરી દો. હવે તમારી કઢી તૈયાર છે. ગરમા ગરમ ભાત સાથે તમે આને પીરસી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment