હવે નહિ કપાય તમારું ચાલાન, Google નું નવુ સ્પીડોમીટર કરશે તમારી મદદ…

21

ગુગલ મેપ આજે આપણા બધાની જરૂરિયાત બની ચુક્યું છે, તે ખુબ મદદગર પણ છે. હવે ગુગલે પોતાના આ નેવિગેશન એપ ગુગલ મેપ્સને એન્ડ્રોઈડ વર્ઝનમાં એક નવું ફીચર્સનો સમાવેશ કરી દીધો છે. આ ફીચર્સનું નામ છે સ્પીડોમીટર. આ ફીચર્સને તમે ગુગલ મેપ એપના ‘સેટિંગ્સ’ મેન્યુમાં જોઈ શકો છો અને તેને ઓન કરી શકો છો. આ પહેલા ગુગલે સ્પીડમીટર લીમીટ ફીચર્સનો પણ સમાવેશ કર્યો હતો. કંપનીએ આ ફીચર્સને ટેસ્ટ કરવા માટે 2 વર્ષ લગાવ્યા છે ત્યારે જઈને ભારત સહીત 40 દેશોમાં આ ફીચરને આપવામાં આવ્યું છે.

ગુગલ મેપમાં સમાવેશ થયેલા આ ફીચર્સની કહ્સ વાત એ છે કે તમે યુઝર્સને ક્યાં રસ્તા પર લીમીટ કરવી તે વાતની જાણકારી પણ તમને તેમાં જ મળશે. યુઝર્સ જો સ્પીડ લીમીઈત ક્રોસ કરશે તો એક નવું ફીચર્સ એલર્ટ કરશે તેનાથી તમને સ્પીડનો પૂરો આઈડીયો મળી જશે. જયારે તમે ગુગલ મેપને ઓન કરશો તો સ્ક્રીનની ડાબી બાજુ સાઈડની નીચે તરફથી ડ્રાઈવિંગ સ્પીડ જોવા મળશે જેમાં તમે ગાડીની સ્પીડની ખબર પાડી શકશો.

જો તમે સ્પીડ લીમીટ ફીચારના હિસાબથી ડ્રાઈવ કરશો તો તમે ટ્રાફિક નિયમ તોડી શકશો નહિ સાથે જ તમારું ચલન પણ નહિ કપાય. કારણ કે સ્પીડ લીમીટથી વધારે ડ્રાઈવ કરવા પર ઈન્ડીકેટરનો કલર લાલ થઇ જાય છે, જેનાથી તમને એ ખબર પડશે કે તમે ગાડી ઝડપથી ડ્રાઈવ કઈ રહ્યા છો. પણ ધ્યાન રહે કે આ એપ તમારા મોબાઈલ ઇન્ટરનેટના સ્પીડ પર ચાલે છે એવામાં રીઝલ્ટ થોડા મોડા પણ આવી શકે છે કારણ કે ઘણી જગ્યાએ ઈન્ટરનેટની સ્પીડ વધારે કે ઓછો હોય છે. એટલા માટે ગાડીના મીટર પર પણ તમારે ધ્યાન રાખવું પડશે, આમ તો અમે તમને સલાહ આપીએ કે ગાડીની સ્પીડ ઓછી જ રાખો જેનાથી તમે સુરક્ષિત ડ્રાઈવ કરી શકશો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment