હવે બનાવો માત્ર 2 મીનીટમાં ક્રન્ચી ભીંડો અમારી આ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને…

41

ઘણા લોકો એવા હોય છે જેને ભીંડા પસંદ નથી હોતા. શું તમે ક્યારેય ક્રન્ચી ભીંડાને ખાધો છે? ક્રન્ચી ભીંડાને તમે તેલમાં પણ ફ્રાય કરી શકો છો અને અને તેથી તેમાં ટર પણ હોતા નથી. અને તે ખાવામાં પણ ખુબ જ હોય છે. આને તમે બ્રેકફાસ્ટ લંચ અથવા ડીનરમાં પણ ખાઈ શકો છો. સાંજે ચાની સાથે પણ ખાઈ શકો છો. આને બનાવવાનું ખુબ જ સહેલું હોય છે અને આને બનાવવા માટે જાજો સમાન પણ નથી જોતો.. તો ચાલો ક્રન્ચી ભીંડો બનાવવાનું ચાલુ કરીએ છીએ

સામગ્રી

ભીંડો 400 ગ્રામ, બેસન 2 ચમચી, ચોખાનો નો લોટ 1 ચમચી, અજમા 1/૩ ચમચી, હળદર પાવડર 1/3 ચમચી, લાલ મિર્ચ ½ ચમચી, આમચૂર પાવડર ½ ચમચી, જીરું પાવડર 1/3 ચમચી, તેલ ફ્રાય કરવા માટે, નમક સ્વાદાનુસાર

ક્રન્ચી ભીંડો બનાવવા માટેની વિધિ

સૌથી પહેલા ભીંડાને ધોઈને કોઈ કપડાથી લુછી નાખો ત્યાર બાદ ભીંડાને બે હિસ્સામાં કાપી લો અને તેનું બીજ કાઢી નાખો.

પછી તેને પાતળી પાતળી કાપી લો.

આવી જ રીતે બધાજ ભીંડાને કાપી લો.

પછી આપણે તેમાં અજમા, હળદર પાવડર, આમચૂર પાવડર, લાલ મિર્ચ પાવડર અને જીરા પાવડર નાખીને તેને ભેળવી લો.

ત્યાર બાદ તેમાં ચોખાનો લોટ, બેસન અને મીઠાને નાખીને સારી રીતે ભેળવી લો. ( જો ભીંડો સારી રીતે પકડમાં નથી આવતો તો તેમાં થોડું પાણી નાખીને ભેળવી લો)

પછી ગેસમાં કડાઈ રાખો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં ભીંડો નાખી દો અને તેને ભેળવો. (આને પકવવા વધારેમાં વધારે 30 સેકંડ લાગે છે)

જયારે ભીંડો ફ્ર્રાય થઈને લાલ થઇ જાય તો તેને કોઈ ટીસ્યુ પેપરમાં કાઢી લો, તેથી જે વધારાનું તેલ છે તે નીકળી જાય. અને આવીજ રીતે ભીંડો ફ્રાય કરી લો.

અને તમારી ક્રિસ્પી ભીંડા ફ્રાય બનીને તૈયાર થઇ ગઈ છે. તેને ગરમા ગરમ ખાઓ.

સુચન

તમે ભીંડાના બીજ કાઢીને પણ બનાવી શકો છો. જો ભીંડા બેસનને સારી રીતે નથી પકડ્યું તો તેમાં થોડું પાણી નાખીને મેળવી લો. ભીંડાને ફ્રાય કરતી વખતે તેલ સારું ગરમ હોવું જોઈએ અને ગેસનો તાપ પણ વધારે હોવો જોઈએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment