હવે કેદીઓ પણ કરી શકશે ઓનલાઈન શોપિંગ, જેલમાં આપવામાં આવી આ સુવિધા….

8

સામાન્ય રીતે જેલમાં કેદીઓને કોઈ ખાસ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી, પરંતુ દક્ષીણ ચીનના ગુઆંગડોંગ રાજ્યમાં કેદીઓને આ પ્રકારની સુવિધા આપવામાં આવી છે. અહીની જેલમાં કેદીઓ માટે ઓનલાઈન શોપિગ પ્લેટફોર્મ ચાલુ કરવામાં આવ્યું છે. તેના દ્વારા હવે કેદીઓ પણ શોપિંગ કરી શકશે.

કેદીઓ માટે મહિનામાં એક વાર ત્રણ હજાર રૂપિયાની ખરીદી કરવાની સુવિધા આપવામાં આવી છે. શોપિંગ મશીનમાં તે પાસવોર્ડ અથવા પોતાની ફિંગરપ્રિન્ટ દ્વારા લોગ ઇન કરીને ઓનલાઈન ખરીદી કરી શકશે.

આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીં ગુઆંગડોંગ જેલ કમીશન બ્યુરોએ કોંગહુઆ જેલમાં એક પાયલટ પ્રોજેક્ટ ચલાવ્યો હતો. ત્યારે કેદીઓએ ૧૩૦૦૦ ઓર્ડર આપ્યા હતા,જેમાં લગભગ ૪ લાખ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટના સફળ થવા પર જેલોમાં કેદીઓ માટે આ સુવિધા આપવામાં આવી હતી.

જેલમાં જ એક વોર્ડ બિલ્ડીંગમાં દરેક માળ પર ઓનલાઈન શોપિંગ ટર્મિનલોથી તૈયાર છે, જ્યાં કેદીઓ દૈનિક જરૂરિયાતો, બિન-ખોરાક વસ્તુઓ, સિગારેટ અને ઉપહાર સહીત ૬૮ શ્રેણીમાં લગભગ ૨૦૦ વસ્તુઓની પસંદગી કરીને ખરીદી કરી શકે છે.

એની પહેલા કોઈ પણ સામાન ખરીદવા માટે કેદી પોતાના હાથથી લખીને શોપિંગ લીસ્ટ જેલ અધિકારીને આપતા હતા. તેના પછી સામાન ખરીદીને તે કેદી સુધી પહોચાડવામાં આવતો હતો, પરંતુ એમાં ઘણા દિવસો લગતા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment