હવે જીમમાં ગયા વિના ઘરે જાતે જ એવી બોડી બનાવો

93

તમારે કસરત કરવા માટે કોઈ બાબતથી પ્રેરિત કે આકર્ષિત થવાની જરૂર નથી. તમે આજથી જ અત્યારથી જ શરૂ કરો. એવું ન વિચારશો કે સોમવારથી શરૂ કરીએ, બે ચાર દિવસ પછી શરૂ કરીશું, કે આવતા અઠવાડીએ શરૂ કરીશું. कल करे सो आज कर, आज करे सो अब l એટલે કે કોઇપણ કામને મુલતવી રાખોમાં, ટાળો નહિ. પણ આ કામ કાલે કરીશ એમ વિચારતા હો તો કાલે નહિ પણ આજે જ કરો, અરે આજે નહિ પણ અત્યારથી જ શરૂ કરી દો.

અત્યારની દોડધામભરી અને કામથી વ્યસ્ત લાઈફ સ્ટાઇલથી ભરેલી જીંદગીમાં દરેક વ્યક્તિ પોતાના આરોગ્યને સારું રાખવા માટે અને શરીરને સશક્ત અને કસાયેલું બનાવવા માટે જીમમાં જવા માટે સમય ફાળવી શકતા નથી. પણ વ્યાયમ એટલે કે કસરતની દરેક વ્યક્તિને જરૂર છે. તમે જીમ ભલે ન જઈ શકતા હો પણ રોજ અમુક થોડોક સમય ઘર પર જ એકસરસાઈઝ કરવા માટે ચોક્કસ આપવો જોઈએ. કસરત કરવા માટે જીમમાં હોય તેવા કોઇપણ સાધનો ઘરે તમારે વસાવવાની કોઈ જરૂર નથી. પણ તેના માટે અમુક સૂચનોનું પાલન કરી તમે જાતે જ ઘર પર સરળતાથી એકસરસાઈઝ કરી શકો છો. તો ચાલો આજે અમે તમને જીમમાં ગયા વિના તમે ઘરે જાતે જ એવી બોડી કેવી રીતે બનાવશો તે વિશે જણાવીએ.

૧.) સૌથી પહેલા વોર્મ અપ કરો

વ્યાયમ એટલે કે એકસરસાઈઝ શરૂ કરતા પહેલા તમારી માંસપેશીઓમાં ગરમાવો લાવવો ખાસ જરૂરી અને મહત્વપૂર્ણ છે. જો આમ ન કરો તો માંસપેશીઓમાં ચોટ આવી શકે છે. ઘરનું કામ કરવાથી પણ વોર્મ અપ કરી શકો છો.

૨.) પાણી ભરેલી બાલ્ટી એટલે કે ડોલ ઉચકવી

પાણી ભરેલી બાલ્ટી એટલે કે ડોલ ઉચકવાથી તમારી ભુજાઓને ઘણી જ સારી એકસરસાઈઝ મળે છે. પાણી ભરેલી બાલ્ટીને ત્રણ થી ચાર વાર ઉચકવાથી તે તમને વાઈસેપ બનાવવામાં મદદ કરે છે.

૩.) સીડીના પગથીયા ચડ ઉતર કરવા

વ્યાયમ કે એકસરસાઈઝમાં સૌથી સારી કસરત છે સીડીના પગથીયા ચડ ઉતર કરવા. સીડીના પગથીયા ચડ ઉતર કરવાથી તમારા શરીરના દરેક અવયવોને લાભ થાય છે. શ્વસન ક્રિયામાં ફાયદો થવાથી લોહીનું શુધ્ધીકરણ થાય છે.

૪.) ફક્ત 15 મિનીટ જ એકસરસાઈઝ કરવાનું ન વિચારશો

તમે એકસરસાઈઝ કરવાનું વિચારતા હો તો ફક્ત 10 થી 15 મિનીટ સુધી જ કસરત કરવાનું ન વિચારશો કારણ કે પહેલા 10 થી 15 મિનીટ સુધી તમારી જાતને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરો. ત્યાર પછી જ એકસરસાઈઝ કરવાની શરૂઆત કરો. આમ કરવાથી તમારા શરીરમાં જાતે જ એમની રીતે ડોપામાઈન અને એન્ડોફ્રિન રીલીઝ મુક્ત થશે.

૫.) એકસરસાઈઝમાં વચ્ચે વચ્ચે બ્રેક લેવો

વ્યાયમ કે એકસરસાઈઝ કરતી વખતે વચ્ચે વચ્ચે બ્રેક વિશ્રામ લેવો. આમ કરવાથી તમારા શરીરમાં તાજગીનો અનુભવ થશે.

૬.) એકસરસાઈઝ કરવા માટે તમને પ્રેરિત કે ઉત્સાહિત કરવાની જરૂર નથી.

તમે એક સરસાઈઝ કે વ્યાયમ કરવાનું ગમે ત્યારે શરૂ કરી શકો છો. એવું ક્યારેય પણ ન વિચારશો કે આજે તો નહિ પણ કાલે અથવા બે દિવસ પછી એકસરસાઈઝ ચાલુ કરીશ. એટલા માટે જ અમે ફરીથી ઉપરનું વાક્ય દોહરાવીએ છીએ કે, “कल करे सो आज कर, आज करे सो अब l” તો ચાલો પરસેવો પાડવાનું શરૂ કરી જ દો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment