હવે ગુગલ મેપ બચાવશે તમારું પેટ્રોલ, આ ટ્રીક બદલી નાખશે તમારી જીંદગી…

33

પેટ્રોલ અને ડીજલની વધતી કિંમતોથી આખો દેશ પરેશાન છે. દરેક સામાન્ય માણસ, જે તેનો ઉપયોગ કરે છે તે ટેંશનમાં છે કે તેની કિંમત કઈ રીતે ઓછી કરી શકીએ. તમે પણ એ વિચારી રહ્યા હશો કે આખરે શું એવું કરીએ કે આ મોંઘવારીના દોરમાં આપણે પૈસા બચાવી શકીએ. તો ચલો આજે અમે તમને જણાવી દઈએ કે ગુગલ મેપની એક એવી ટ્રીક વિશે જે તમારું પેટ્રોલ બચાવવામાં તમને મદદ કરશે. આ યુગમાં મોંઘુ પેટ્રોલ અને ડીજલ માટે ગુગલ મેપ એક લાઈફ લાઈનની જેમ છે.

આ ટ્રીક તમને સહેલો અને નાનો રૂટ જણાવશે અને ઓછા ટ્રાફિકવાળા રસ્તાઓ સહેલાઈથી જણાવીને સાચા રૂટની પસંદગી કરવામાં તમને મદદ કરશે. તેમ છતાં તમને તેના વિશે ખબર નહિ હોય તો તમને જણાવી દઈએ કે આ એકથી બીજી જગ્યા પર જવાવાળા એક અથવા તેનાથી વધુ રસ્તાની વચ્ચેની દુરીને પણ માપીને તમને નાનો રસ્તો દેખાડવામાં મદદ કરી શકે છે. તેના દ્વારા તમે નાના માર્ગને ગોતીને ન માત્ર તમારો સમય બચાવી શકો છો પરંતુ પેટ્રોલની પણ બચત કરી શકો છો.

આ ટ્રીક કઈક આવી રીતે કામ કરે છે

કમ્પુટર માટે

પોતાન કમ્પુટર પર ગુગલ મેપ ઓન કરો. સ્ટાટીંગ પોઈન્ટ પર જુમ કરો અને પછી રાઈટ ક્લિક કરી દો. તેના પછી ડ્રીપ ડાઉન મેન્યુ પર જઈને “મેજર” ડીસ્ટેંસને સિલેક્ટ કરો. એકવાર તેનું પૂરું થયા પછી તમે બીજા લોકેશન પર ક્લિક કરો જેની દુરી તમે જાણવા માંગો છો, જો તમે એકથી વધુ માર્ગની અંતરની ગણતરી કરવા માંગો છો તો તમારે તે બધા લોકેશન પર ક્લિક કરવું પડશે. તેના પછી તમારે આ બધાની વચ્ચે એક પોઈન્ટ ખેચવું પડશે. પછી તમે જેમજેમ આ પોઈન્ટને સિલેક્ટ કરેલા લોકેશન સુધી ખેચતા જશો તેમ તમારા પેજની નીચે આ રસ્તાની દુરી દેખાતી જશે.

સ્માર્ટફોન યુજર્સ માટે

એન્ડ્રોયડ અને આઈઓએસ સ્માર્ટફોન માટે તેજ રીત અપનાવવી પડે છે. જો કે ડેસ્કટોપ માટે છે, પરંતુ જો તમે સાધારણ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો તમારે આ રીત અપનાવવી જોશે, પોતાના ફોન પર ગુગલ મેપ ઓન કરો. તેના પછી પહેલા પોઈન્ટને નક્કી કરો તેને સ્ક્રીન પર દેખાઈ રહેલા રેડ પીનથી માર્ક કરો. તેના પછી મેપમાં સૌથી નીચે જાઓ અને જગ્યાનું નામ ટાઈપ કરો. પછી પોપ અપ મેન્યુમાં જઈને આ મેજર ડીસ્ટેસને સિલેક્ટ કરો. તેના પછી જે ડીસ્ટેંસ જોવા મળશે, તેને તમારે એડ કરવાનો છે. આ રીતે તમે ઘણા પોઈન્ટને એડ કરશો. આ બધું કર્યા પછી તમને સ્ક્રીનમાં નીચે કિલોમીટરની દુરી જોવા મળશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment