હવે ઘરે બનાવો સહેલાઈથી મગની દાળનો હલવો…

44

માનવામાં આવે છે કે હલવાઓમાં સૌથી મુશ્કેલ હલવો હોય છે મગની દાળ નો હલવો, પણ તેને પણ તમે સહેલાઈથી ઘર પર બનાવી શકો છો. મગની દાળ હલવાનો સ્વાદ અને સ્વાથ્ય બંને માટે સારો હોય છે. છોકરા હોય કે મોટા બધા તેને શોખથી ખાઈ શકે છે. આવો જાણીએ કે ઘર પર કેવી રીતે બનાવવામાં આવે છે આ સ્વાદીસ્ટ હલવો.

સામગ્રી

1 ચમચી નાની ઈલાયચી પાવડર, ¼ કિસમિસ, 1 માવા, 1 કપ દેશી ઘી, 1 મગની ધોયેલી દાળ, 1 ½ કપ ખાંડ, ¼ કપ કાજુ, ¼ કપ બદામ

હલવા બનાવવાની વિધિ

સૌથી પહેલા મગની દાળને સારી રીતે ધોઈને તેને 2 થી 3 કલાક પાણીમાં પલાળીને રાખો. ત્યારબાદ દાળને મીક્ષરમાં માં પીસી લો. ધ્યાન રાખો કે દલ વધારે ઝીણી ન હોવી જોઈએ. હવે કડાઈમાં ઘી નાખીને ગરમ કરી લો. ઘી ગરમ થઇ ગયા બાદ કડાઈમાં દાળ નાખીને મધ્યમ તાપ પર 20 થી 25 મિનીટ સુધી ચલાવતા રહો. દાળને સારી રીતે હલાવી લીધા બાદ તેને અલગ વાસણમાં રાખીને અલગ કરી દો.

કડાઈમાં માવો નાખીને ધીમાં તાપે હલાવો. માવો જયારે હલાવાય જાય ત્યાર બાદ તેમાં દાળને મેળવી લો. હવે તમે એક  વાસણમાં ખાંડ અને તેને બરાબર પાણી મેળવીને ગેસ પર તેની ચાસણી બનાવી લો. આ ચાસણીમાં તમે દાળમાં નાખીને તેમાં કિસમિસ, કાજુ ભેળવી દો. ગેસને હળવા તાપે રાખીને હલવાને 5 થી 7 મિનીટ સુધી હલાવ્યા બાદ ગેસને બંધ કરી દો. હલવામાં પીસાયેલી ઈલાયચી અને બદામ નાખીને સર્વ કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment