હવે ફક્ત એક મેસેજથી ખબર પડી જશે કે દવા અસલી છે કે નકલી, જાણો શું છે મેસેજનું રહસ્ય…

43

તમે જે દવા ખરીદી છે તે અસલી છે કે નકલી, તેની ખબર તમે કેવી રીતે લગાવી શકો છો, શું તમે આ વિશે વિચારો છો..? હકીકતમાં, ભોળો સામાન્ય ગ્રાહક નકલી દવાઓના ચક્કરમાં ઘણી જ સહેલાઇથી ફસાઈ જાય છે. તે ખબર જ નથી કે અસલી દવાઓની ઓળખ શું છે. એવામાં દવાની કાળા કારોબારી ગ્રાહકોની સાથે ધોખાઘડી કરે છે. જો તમે મેડીકલ સ્ટોરથી દવા ખરીદો છો અને તમને દુકાનદાર દ્વારા આપવામાં આવેલી કોઈ પણ દવા પર શંકા છે તો તમે દવા વિશે સહેલાઈથી ઓળખ કરી શકો છો.

જી હા આના માટે તમને કામ આવશે એક વોટ્સઅપ મેસેજ અથવા એસએમએસ. છે ને કમાલની વાત…? મીડિયા રીપોર્ટની માનીએ તો આવું કરવાથી ભારતીય બજારમાંથી ટોપ 300 ડ્રગ બ્રાન્ડની નકલી દવાઓ માર્કેટની બહાર કરવામાં મદદ મળશે. જી હા, આવું સંભવ છે ‘ટ્રેસ એન્ડ ટ્રેક’ દ્વારા. દવાની કંપનીઓ સ્વેચ્છાએ જોડાઈ શકે છે. આના દ્વારા બજારમાં તેના નામ ઉપર વેચાયેલી દવાઓને સહેલાઈથી પકડી શકાશે. આ પ્રક્રિયા દ્વારા ટોપ ૩૦૦ દવા બ્રાન્ડ પર 14 ડીજીટનો યુનિક નંબર પ્રિન્ટ કરવામાં આવશે. આ પ્રિન્ટ અસલી દવાની ઓળખ કરશે.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે આ નંબર દવાની બધી સ્ટ્રીપ અને બોટલ પર અલગ હશે. આના સિવાય લેબલ પર કંપનીનો મોબાઈલ નંબર પણ હશે. બોટલ અને દવાના પતાકડા પર પ્રિન્ટેડ 14 આંકડાનો કોડ કંપની તરફથી આપવામાં આવેલા મોબાઈલ નંબર પર મેસેજ કરી શકો છો. 14 અંકના નંબરને મેસેજ કરતા જ દવા બનાવવાળી કંપનીનું નામ, એડ્રેસ, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્ષ્પાયરી ડેટ જેવા ડીટેલ્સ તમારી પાસે પહોચી જશે. છે ને સરળ રસ્તો.

ખબર હોવી જોઈએ કે 2016માં થયેલા એક સેર્વેના જણાવ્યા અનુસાર, ભારતમાં વેહેચાવાવાળી લગભગ ૦.૦૨૩ ટકા દવાઓ શંકાસ્પદ અને નકલી છે. જોવાનું એ છે કે આની પ્રોગ્રામિંગ કેવી રીતે કરવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment