હવે બનાવો પિઝા કુલચા સેન્ડવિચ અમારી આ રેસીપી જોઇને…

22

પિઝા કુલચા સેન્ડવિચ સવારે નાસ્તામાં, સાંજના સ્નેક્સ અથવા થોડી એવી ભૂખના સમયે એક લાજવાબ રેસિપી છે.

સામગ્રી

કુલચા ૨ નંગ, ગાજર ૧/૪ કપ (બારીક કાપેલા), શિમલા મરચી ૧/૪ કપ (બારીક કાપેલી), સ્વીટ કોર્ન ૧/૪ કપ, ટમેટા ૧/૪ કપ (બારીક કાપેલા), તીખા ૧/૪ નાની ચમચી, મોજરેલા ચીજ ૧/૨ કપ, માખણ ૨થી ૩ ચમચી, ટમેટા સોસ ૧ ચમચી, પિઝા સોસ ૨ ચમચી, મીઠું ૧/૪ નાની ચમચી

રીત

સ્ટફિંગ બનાવો

પિઝા કુલચા સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા સ્ટફિંગ બનાવો. સ્ટફિંગ બનાવવા માટે પૈનને ગેસ પર ગરમ થવા માટે રાખો. પૈનમાં ૧ નાની ચમચી માખણ નાખી આને મેલ્ટ થવા દો. બટરના મેલ્ટ થવા પર આમાં બારીક કાપેલ ગાજર, સ્વીટ કોર્ન, બારીક કાપેલી શિમલા મરચી નાખીને બધી ચીજોને સતત હલાવતા ૧થી ૨ મિનિટ પકવતા ક્રન્ચી નરમ કરી લો.

૧ મિનિટ પાકી ગયા બાદ, આમાં મીઠું અને બારીક કાપેલ ટમેટા નાખીને મિક્સ કરો. હવે આમાં તીખા નાખીને મિક્સ કરી લો. બધી વસ્તુઓ સારી રીતે પાકી જવા પર આમાં ટમેટો સોસ નાખીને મિક્સ કરો. સ્ટફિંગ બનીને તૈયાર છે, ગેસ બંધ કરી દો. સ્ટફિંગને પ્લેટમાં કાઢી લો અને આને ઠંડું થવા દો.

કુલચા શેકો

પૈનને ગેસ પર રાખો એમાં થોડુક બટર નાખીને કુલચાને આના પર શેકવા માટે નાખી દો. કુલચા એક બાજુ શેકાવા પર આને કાઢી લો. હવે પૈનમાં થોડુક બટર નાખીને બીજો કુલચા નાખો. કુલચા એક બાજુ શેકાવા પર આને પલટી દો અને ગેસ બંધ કરી દો. હવે કુલચાના શેકાયેલા ભાગ પર ૧ ચમચી પિઝા સોસ નાખીને બધી બાજુ સારી રીતે ફેલાવી દો. હવે સ્ટફિંગને આના પર નાખીને આને પણ સારી રીતે ચારેબાજુ ફેલાવી દો. હવે આના પર મોઝરેલા ચીજને નાખીને સારી રીતે ફેલાવી દો.

હવે આના પર જે પહેલા કુલચા શેકી લીધા હતા એને આના પર રાખી દો અને ગેસ સળગાવી આને ઢાંકીને ધીમી આંચ પર શેકાવા દો. ૨ મિનિટ પછી આને ચેક કરી લો. હવે થોડુક બટર કુલચાની ઉપર લગાવી દો અને આને પલટીને બીજું બાજુ શેકાવા દો. કુલચાને એક વખત ફરી ઢાંકીને થોડુક શેકાવા દો. એના પછી ચેક કરો.

કુલચાને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન શેકાયને તૈયાર છે, આને કાઢીને પ્લેટમાં રાખી દો.

સ્વાદિષ્ટ સેન્ડવિચ કુલચા બનીને તૈયાર છે આને પોતાના મન મુજબ ટુકડાઓમાં કાપીને પીરસો અને ખાઓ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment