હવે બાળકોના યૌન શોષણના દોષીઓને આપવામાં આવશે આવી સજા, સાંભળીને રુવાંડા કંપી ઉઠશે…

77

અમેરિકાના અલબામા રાજ્યમાં બાળકોની સાથે યૌન શોષણની વધતી ઘટનાઓ પર કાબુ મેળવવા માટે નવો કાનુન બનાવ્યો છે. જેના અંતર્ગત હવે રાજ્યોમાં બાળકોનું યોન શોષણ કરનાર વ્યક્તિને નપુંસક બનાવવામાં આવશે.

આ ખરડા અનુસાર, રાજ્યમાં 13 વર્ષથી ઓછી ઉમરના બાળકો વિરુદ્ધ યોન શોષણના દોષીઓને રાસાયણિક દવાઓનું ઇન્જેક્શન લગાવીને નપુંસક બનાવી દેવામાં આવશે. દાવો કરવમાં આવી રહ્યો છે કે આવો કાનૂની કાયદો કરવાવાળો આ અમેરિકાનું પહેલું રાજ્ય છે.

સોમવારે અલબામાના ગવર્નર કાય ઇવેએ ‘કેમિકલ કૈશટ્રેસ્ન’ ખરડાને લીલી ઝંડી આપી દીધી છે. તેઓએ આ ખરડા પર હસ્તાક્ષર કરતા જણાવ્યું છે કે કઠોર અપરાધની સજા પણ કઠોર જ હોવી જોઈએ. તેનાથી અપરાધીઓના મનમાં દર બેસશે.

નવા કાનુનમાં દોષીને હિરાસતમાં છોડતા પહેલા અથવા જામીન દેવાના એક મહિના પહેલા રાસાયણિક દવાનું ઇન્જેક્શન લગાવી દેવામાં આવશે. આ દવા આરોપીના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન પૈદા થવા નહિ દે. તેનાથી આરોપી પૂરી રીતે નપુંસક થઈ જશે. આ પ્રક્રિયા દરમિયાન થયેલા ખર્ચની ભરપાઈ દોષી વ્યક્તિ કરશે.

ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયામાં પણ અપરાધીઓને બનાવવામાં આવે છે નપુંસક

ઇન્ડોનેશિયા અને સાઉથ કોરિયામાં પણ બાળકોના યૌન શોષણના મામલે દોષી મળી આવેલા વ્યક્તિને નપુંસક બનાવવામાં આવે છે. દક્ષીણ કોરિયામાં 2011 અને ઇન્ડોનેશિયામાં 2016 માં આ કાનુન લાગુ થયો હતો.

ઘણા અમેરિકી રાજ્યોએ જણાવી ચિંતા

અમેરિકાના ઘણા અન્ય રાજ્યોએ રસાયણિક દવાને લઈને દોષીઓને નપુંસક બનાવવાવાળા કાનુન પર ચિંતા જાહેર કરી છે. જયારે ઘણા સમૂહોએ કાનુનને લઈને ફરીથી વિચારની અપીલ પણ કરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment