હવે આકાશમાં 10,000 ફૂટની હાઈટ પર મળશે Wi-fi, જુઓ કઈ રીતે ?….

6

ભારતીય એર સ્પેસમાં હવે 985૦ ફૂટ ઉપરથી wifi નો ઉપયોગ કરી શકાશે. ટેલીકોમ મંત્રાલયે વિમાનોમાં ઇન્ફ્લાઈટ કનેક્ટિવિટીના નિયમ જાહેર કરી દીધા છે. ટ્રાઈએ પહેલા જ ઇન્ફ્લાઈટ કનેક્ટિવિટી માટે મંજુરી આપી દીધી હતી. હા પણ તે દરમિયાન ફોન ફલાઈટ મોડમાં જ રાખવો પડશે.

ટેલીકોમ મંત્રાલય તરફથી નિયમ જાહેર કર્યા બાદ હવે સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ લાઇસન્સ માટે અપ્લાય કરી શકે છે. તમને જણાવી દઈએ કે લુપ્થાંસા, સિંગાપુર એયરલાઇન્સ, કતર એયરવેજ અને એમિરેટ્સ જેવી વિદેશી વિમાન કંપનીઓ પહેલા જ ફલાઈટમાં મોબાઈલ ઈન્ટરનેટની સુવિધા આપે છે. પણ ભારતીય એયરસ્પેસમાં આવતા જ તેને પોતાની સર્વિસ બંધ કરી દેવી પડતી હતી.

ભારતીય કંપનીઓમાં સ્પાઇસજેટનું જણાવવાનું કે boeing 737 max સૈટકોમ સેટેલાઈટ દ્વારા ઇન્ટરનેટ સેવા દેવામાં સક્ષમ છે, એવામાં આ વિમાનોમાં ગ્રાહકોને જલ્દી જ વાઈફાઈ સુવિધા મળી શકે છે.

ફલાઈટમાં સુરક્ષા કારણોથી મોબાઈલ ફોનને ફલાઈટ મોડમાં રાખવા માટે જણાવવામાં આવે છે. ઉપરાંત, ઇન્ટરનેટના ઉપયોગ માટે ગ્રાહક લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. ફલાઈટમાં ઇન્ટરનેટની સેવા શરુ થયા બાદ સામાન્ય માણસ અથવા બિઝનેસમેનને સફર દરમિયાન ઇન્ટરનેટથી દુર રહેવું નહિ પડે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment