હવે આ રેસીપી જોઇને બનાવો “કેરીની બરફી”…

13

ગરમીની ઋતુમાં કેરી બધાને ખુબ જ પ્રિય હોય છે અને બધાની પસંદ મીઠાઈ જો મળી જાય તો વાત જ કાંઈ બીજી હોય તો આજે આપણે બન્વીશું કેરીની બરફી. કેરી અને ચણાનો લોટ ભળીને સારો સ્વાદ આપે છે.

સામગ્રી

પાકેલી કેરીનું પલ્પ 1 કપ, ચણાનો લોટ 1 કપ, ઘી 1/3 કપ, કાજુ 10 કે 12, પિસ્તા 10 કે 12, ઈલાયચી પાવડર 5 કે 6

રીત

બેસનની બરફી બનાવવા માટે સૌથી પહેલા ચણાનો લોટ બાંધી લો ચણાનો લોટ બાંધવા માટે એક પેનમાં 1/૩ કપ ઘી નાખો અને ઘી ગરમ થઇ ગયા બાદ તેમાં બેસન નાખીને ધીમા તાપ પર હલાવતા રહો. બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને હલાવો અને પછી તેને એક વાસણમાં કાઢી લો.

હવે એક કડાઈમાં એક કપ કેરીનો રસ અને ૩/4 ખાંડ નાખીને સારી રીતે ઘાટું થાય ત્યાં સુધી પકાવો. કેરીનો રસ ઘાટો થઇ ગયા બાદ તેમાં બેસન, કાજુ અને ઈલાયચી નાખીને બરફીના કન્સીસટેન્સી સુધી હલાવતા રહો.

હવે એક પ્લેટમાં ઘી કાઢીને તેને સારી રીતે ચિકણું કરી લો અને તેમાં બરફીના ઘોળની જેમ ફેલાવી દો અને હવે ઉપર કાપેલા કાજુ અને પિસ્તા નાખીને બરફીને હલકા હાથે દબાવી લો અને તેને 7 થી 8 કલાક ઠંડુ થાય ત્યાં સુધી રાખી દો.

બરફી જામી ગયા બાદ તેને તેના પસંદના ટુકડાઓમાં કાપી લો અને પ્લેટની નીચેથી થોડું એવું ગરમ કરી લો તેથી બરફી સહેલાઈથી નીકળી જાય આ બરફી એક મહિના સુધી ફ્રીઝમાં રાખીને ખાઈ શકો છો.

સુચન

જો તમારા કેરીનો કલર સફેદ જેવો છે તો તમે તેમાં ખાવાવાળો પીળો કલર પણ નાખી શકો છો.

તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાઈફ્રુટ લઇ શકો છો.

કેરીના રસની કન્સીસટેન્સી ચેક કરવા માટે તમે એક કટોરીમાં થોડી એવી બરફીનો ઘોળ પણ જમા કરી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment