હવાઈ જહાજમાં બાળકને દૂધ પીવડાવી રહેલી મહિલાની સાથે થયું કઈક આવું, જાણીને આશ્ચર્યચકિત થઇ જશો…

265

સ્તનપાનને લઈને દેશ ને દુનિયામાં તમામ પ્રકારના સવાલ હંમેશા ઉઠતા જ રહે છે. હવે એકવાર ફરીથી આ મુદ્દા પર સવાલ ઉઠાવવાના શરુ થઇ ગયા છે. મામલો અમેરિકાના સૈન ફ્રાન્સીકોનો છે, જ્યાં એક મહિલા ફ્લાઈટ દરમિયાન પોતાના બાળકોને દૂધ પીવડાવી રહી હતી, પણ તેની સાથે એક અજીબ એવી ઘટના થઇ ગઈ હતી. મહિલાએ પોતાની કહાની ફેસબુક પર શેયર કરી છે.

મીડિયા રીપોર્ટસના અનુસાર, મહિલાનું નામ શેલ્બી એંજેલ છે.. તે સૈન ફ્રાન્સીકોના એમ્સટરડમ જઈ રહેલી ફ્લાઈટમાં બેઠી હતી અને પોતાના બાળકને દૂધ પીવડાવી રહી હતી. તેની વચ્ચે તેની પાસે ફ્લાઈટ અતેંડેડ આવ્યા અને એક ધાબળો આપતા કહ્યું કે તે પોતાને ઢાકી લે.

મહિલાએ પોતાના ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે, ‘હું મારી બાળકીને સ્તનપાન કરવું છું. તેનાથી તે જલ્દી સુઈ જાય છે. તે કોઈ પણ પ્રકારના કવરમાં રહીને દ્દુધ પીવા ઈચ્છતી નથી, પણ તે ઉપરાંત પણ હું પ્રયત્ન કરું છું કે હું પોતાને ઢાંકી લઉં. હા ક્યારેક ક્યારેક આવું થઇ શકતું નથી.

મહિલાએ આગળ લખ્યું છે કે, ‘વિમાન ઉડાન ભરતા પહેલા ફ્લાઈટ અતેંડેડ એક ધાબળો લઈને મારી પાસે આવ્યા અને જણાવ્યું કે જો બાળકને દૂધ પીવડાવવું છે પોતાને ઢાંકી લો.’ હા પરંતુ મહિલાએ આવું કરવાની ના પડી દીધી. તેને અતેંડેડને જણાવ્યું કે તેની દીકરી ઢાંકીને દૂધ પીતી નથી, રડવા લાગે છે. ત્યાર બાદ ફ્લાઈટ અતેંડેડે મહિલાને ચેતવણી આપતા જણાવ્યું કે જો કોઈ પણ યાત્રી ફરિયાદ કરે છે તો તેની જવાબદારી તેની હશે.

મહિલાએ જણાવ્યું કે તેને ઘર પહોચતા જ એયરલાઇન વિરુદ્ધ ફરિયાદ કરી હતી, પણ કેએલએમ એયરલાઇન્સના પ્રવક્તાએ એક ફેસબુક પર એક પોસ્ટ દ્વારા જવાબ આપ્યો કે ફ્લાઈટ દરમિયાન મહિલાઓ સાથે બ્રેસ્ટફીડ દરમિયાન તેને પોતાને ઢાંકવા માટે કહેવામાં આવે છે.

મહિલાના આ પોસ્ટને હજારો લોકોએ શેયર અને કોમેન્ટ કરી છે. ઘણા લોકોએ એયરલાઈન્સની આ નીતિ પર સવાલ ઉભા કાર્ય છે કે આખરે જબરદસ્તી તેનું શરીર ઢાંકવા માટે મજબુર કરવામાં આવે છે ?

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment